1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં દીપડાના ચામડાના વેચાણ માટે આવેલા બે શખસો પકડાયા
સુરતમાં દીપડાના ચામડાના વેચાણ માટે આવેલા બે શખસો પકડાયા

સુરતમાં દીપડાના ચામડાના વેચાણ માટે આવેલા બે શખસો પકડાયા

0
Social Share

સુરત, 3 જુન, 2026 : Two men arrested for selling leopard skin શહેરમાં ડાયરોક્ટરેટ રેવન્યૂ ઈન્ટેલિજન્સની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરીને બે આરોપીને ઝડપી લીધા છે.  સોશિયલ મીડિયા પર 1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની વિગતો મળ્યા બાદ ડીઆરઆઈએ નકલી ગ્રાહક મોકલીને હોટલમાં ટ્રેપ ગોઠવી એક શખસને દબોચી લીધો હતો. ત્યારબાદ તપાસમાં અન્ય એકનું નામ ખૂલતા તેને પણ પકડી પાડ્યો છે. વનવિભાગની ટીમે દીપડાનું જે ચામડુ કબજે કર્યું છે તેના પર બુલેટ (ગોળી)નું નિશાન પર જોવા મળ્યું છે. ચામડું અંદાજિત બે મહિના જૂનું હોવાની શક્યતા છે. જેથી બે મહિના પહેલા દીપડાનો શિકાર કરાયો હોવાની આશંકા છે. ત્યારે હવે વનવિભાગે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

 વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને સુરત વન વિભાગે સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરી દીપડાની પ્રતિબંધિત ચામડી સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલતા એક વોટ્સએપ ગ્રુપમાં દીપડાની ચામડીના ફોટા અને વેચાણ સંબંધિત સંદેશાઓ વાયરલ થતા DRI અને વન વિભાગના અધિકારીઓ એલર્ટ થયા હતા. ગુપ્ત બાતમીના આધારે એજન્સીઓએ સમગ્ર મામલાની ટેક્નિકલ અને માનવ ગુપ્તચર માધ્યમથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કેટલાક શખ્સો દીપડાની ચામડીનું વેચાણ કરવા માટે ખરીદદારોની શોધમાં હતા અને આ માટે મોટી રકમની માંગણી કરી રહ્યા હતા. ત્યારબાદ DRIના અધિકારીઓએ નકલી ગ્રાહક બની આરોપીઓનો સંપર્ક સાધ્યો અને ખરીદીમાં રસ દર્શાવી સમગ્ર જાળને બહાર લાવવાની યોજના તૈયાર કરી હતી.. તસ્કરો અને નકલી ગ્રાહકો વચ્ચે થયેલી વાતચીત બાદ સ્ટેશન રોડ વિસ્તારની હોટલ અલંકારના રૂમ નંબર 203માં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. પૂર્વ આયોજન મુજબ DRI અને વન વિભાગની ટીમોએ હોટલની આસપાસ વોચ ગોઠવી હતી. આ સોદા દરમિયાન આરોપીઓ એક ટ્રોલી બેગમાં દીપડાની ચામડી લઈને પહોંચ્યા હતા. અધિકારીઓએ યોગ્ય સમયે દરોડો પાડી ટ્રોલી બેગમાંથી પ્રતિબંધિત દીપડાની ચામડી કબજે કરી લીધી હતી. ઘટનાસ્થળેથી બે શખ્સોને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યા હતા.

 પકડાયેલા આરોપીઓમાંના બદ્રી અબ્બાસની પૂછપરછ દરમિયાન, મોઈન હુસેન નામના અન્ય વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં મોઈન હુસેનને પણ ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન મોઈન હુસેને અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતાં ચામડી લગભગ 15 વર્ષ જૂની હોવાનું જણાવ્યું હતું. જોકે, વન્યજીવ નિષ્ણાતો દ્વારા કરાયેલા પ્રાથમિક વૈજ્ઞાનિક નિરીક્ષણમાં આ દાવો ખોટો સાબિત થયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code