1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટક: ડીકે શિવકુમાર બન્યા નવા મુખ્યમંત્રી, જી પરમેશ્વરાએ લીધા ડેપ્યુટી CM ના શપથ
કર્ણાટક: ડીકે શિવકુમાર બન્યા નવા મુખ્યમંત્રી, જી પરમેશ્વરાએ લીધા ડેપ્યુટી CM ના શપથ

કર્ણાટક: ડીકે શિવકુમાર બન્યા નવા મુખ્યમંત્રી, જી પરમેશ્વરાએ લીધા ડેપ્યુટી CM ના શપથ

0
Social Share

બેંગલુરુ, 3 જૂન 2026: કર્ણાટકના રાજકારણમાં બુધવારે સત્તા પરિવર્તન સાથે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. સિદ્ધારમૈયાની જગ્યાએ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે. બેંગલુરુમાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી સહિત ડેપ્યુટી સીએમ અને અન્ય 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ટોચના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોની વિશાળ જનમેદની જોવા મળી હતી. આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહની શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના ગાન સાથે કરવામાં આવી હતી. સિદ્ધારમૈયા બાદ હવે રાજ્યની કમાન ડીકે શિવકુમારના હાથમાં આવી છે.

મુખ્યમંત્રીના શપથ બાદ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. જી પરમેશ્વરાએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્ય સરકારમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ડીકે શિવકુમારની નવી સરકારમાં યુવા જોશ અને અનુભવનું ઉત્તમ સંતુલન જોવા મળ્યું છે. આ સમારોહમાં કોંગ્રેસના યુવા નેતા પ્રિયાંક ખડગે, લાંબા સમયથી રાજકારણમાં સક્રિય એવા સતીષ જારકીહોલી, કૃષ્ણા ગૌડા, યુટી ખાદર, કેએચ મુનિયપ્પા, એમબી પાટીલ, કેજે જ્યોર્જ અને રામલિંગા રેડ્ડીએ શપથ લીધા હતા. આ તમામ નેતાઓને નવી સરકારમાં અત્યંત મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

અત્રે ઉલ્લેખનયી છે કે, કર્ણાટકમાં સીએમ પદને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. દરમિયાન તાજેતરમાં જ સિદ્ધારમૈયાએ સીએમ પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું. તેમજ હાઈકમાન્ડના નિર્દેશ અનુસાર રાજીનામુ આપ્યાનું જણાવ્યું હતું. તેમજ સિદ્ધારમૈયાના રાજીનામા બાદ નવા સીએમ ડીકે શિવકુમાર બનશે તે નક્કી હતું, તેમજ મંત્રીમંડળને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code