1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. IPL 2024: રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે મેચ
IPL 2024: રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે મેચ

IPL 2024: રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે મેચ

0
Social Share

નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2024માં તેમની ત્રીજી જીત હાંસલ કરી છે. આ ટીમે મંગળવારે રમાનાર મુકાબલામાં પંજાબ કિંગ્સને 2 રનથી હરાવ્યા હતા. મોહાલીમાં રમાનાર આ મુકાબલામાં પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ સાથે182 રન બનાવ્યા હતા. ત્યારે આજે IPLમાં જીતના રથ પર સવાર રાજસ્થાન રોયલ્સનો સામનો સાતમાં સ્થાન પર રહેલ ગુજરાત ટાઈટન્સ સાથે થશે.

ત્યારે પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ સાથે 180 રન જ બનાવ્યા હતા. સનરાઈઝર્સ તરફથી નીતીશ કુમાર રેડ્ડીએ 37 બોલમાં 64 રન બનાવ્યા, આ IPL માં તેમની પહેલી ફિફ્ટી રહી.આ જીત બાદ હૈદરાબાદની ટીમ પાંચ મેચમાં ત્રણ જીત અને બે હાર બાદ છ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સની પાંચ મેચમાં આ ત્રીજી હાર છે અને તે ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

ત્યારે આજે IPLમાં જીતના રથ પર સવાર રાજસ્થાન રોયલ્સનો સામનો સાતમાં સ્થાન પર રહેલ ગુજરાત ટાઈટન્સ સાથે થશે. આ મેચ જયપુરમાં રમાશે, બંને ટીમો વચ્ચે અત્યારસુધીમાં કુલ 5 મુકાબલા થયા છે, જેમાં ગુજરાત ટાઈટન્સ 4-1 થી આગળ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code