Site icon Revoi.in

IPL 2025: હોમગ્રાઉન્ડમાં સૌથી વધારે મેચ હારનારી ટીમ બની RCB

Social Share

IPL 2025 માં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. આ સિઝનમાં RCBનો આ બીજો પરાજય હતો. જ્યારે, બેંગલુરુની ટીમે તેના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી ખાતે સતત બીજી મેચ હારી છે. અત્યાર સુધી, RCB એ આ સિઝનમાં પાંચ મેચ રમી છે અને ટીમે ત્રણમાં જીત મેળવી છે. ત્રણેય મેદાન વિરોધી ટીમના હતા. જ્યારે, RCB ઘરઆંગણે બંને મેચ હારી ગયું છે. આ સાથે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લીગમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ મેચ હારનાર ટીમ બની ગઈ છે. તેઓ અત્યાર સુધીમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 45 મેચ હારી ચૂક્યા છે, જે સૌથી વધુ છે. આ પછી દિલ્હી કેપિટલ્સનો વારો આવે છે. કેપિટલ્સે તેમના હોમ ગ્રાઉન્ડ, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 44 મેચ હારી છે.

પ્રથમ બેટિંગ કરતા, RCB એ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 23 બોલમાં 61 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જોકે, સોલ્ટ રન આઉટ થયો અને ભાગીદારી તૂટી ગઈ હતી. આ પછી RCBની બેટીંગ પડી ભાગી હતી. સોલ્ટે 17 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. કોહલીએ 14 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 22 રનની ઇનિંગ રમી હતી. આ સાથે, તે IPLના ઇતિહાસમાં 1000 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. હાલમાં IPLમાં તેના નામે 1001 બાઉન્ડ્રી છે. જેમાં 721 ચોગ્ગા અને 280 છગ્ગાનો સમાવેશ થાય છે.

1001 – વિરાટ કોહલી

920 – શિખર ધવન

899 – ડેવિડ વોર્નર

885 – રોહિત શર્મા

દિલ્હીના ખેલાડીઓએ પણ કેટલાક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યા છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા મિશેલ સ્ટાર્કે આરસીબીની ઇનિંગની ત્રીજી ઓવરમાં 30 રન આપ્યા હતા. આમાંથી પાંચ રન વધારાના હતા. એટલે કે સ્ટાર્કે 25 રન આપ્યા હતા. આઈપીએલમાં સ્ટાર્કે એક ઓવરમાં આટલા રન આપ્યા હોય તેવી આ પહેલી ઘટના નહોતી. અગાઉ 2024 માં, જ્યારે સ્ટાર્ક કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમી રહ્યો હતો, ત્યારે તેણે પણ એક ઓવરમાં 25 રન આપ્યા હતા. દરમિયાન, દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે તેના ચાર ઓવરના સ્પેલમાં 52 રન આપ્યા પરંતુ કોઈ વિકેટ લીધી નહીં. આ IPLમાં અક્ષરનો સૌથી મોંઘો બોલિંગ સ્પેલ છે. આ બાબતમાં તેણે 2017ના પોતાના રેકોર્ડની બરાબરી કરી હતી. 2017માં, કોલકાતા સામે, અક્ષરે ચાર ઓવરમાં ૫૨ રન આપ્યા અને કોઈ વિકેટ લીધી નહીં.

52/0 વિરુદ્ધ આરસીબી (2025)

52/0 વિરુદ્ધ કેકેઆર (2017)

50/1 વિરુદ્ધ આરસીબી (2015)

46/1 વિરુદ્ધ આરસીબી (2016)