ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ફરી શરૂ કરી દીધું છે. ઈઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાના હવાઈ ક્ષેત્ર પર આ પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર, તેહરાનના મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ કામગીરી શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે ઈરાને તેહરાન અને અન્ય વિસ્તારો પર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ 13 જૂને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું.