1. Home
  2. ગુજરાતી
  3. અંગેજી મીડીયમ નહીં પરંતુ ‘The Song Of Scorpians’ માં ઇરફાને કરી હતી છેલ્લીવાર એક્ટિંગ, જાણો ક્યારે થશે રીલીઝ
અંગેજી મીડીયમ નહીં પરંતુ ‘The Song Of Scorpians’ માં ઇરફાને કરી હતી છેલ્લીવાર એક્ટિંગ, જાણો ક્યારે થશે રીલીઝ

અંગેજી મીડીયમ નહીં પરંતુ ‘The Song Of Scorpians’ માં ઇરફાને કરી હતી છેલ્લીવાર એક્ટિંગ, જાણો ક્યારે થશે રીલીઝ

0
Social Share
  • ચાહકો ફરી એકવાર ઈરફાને જોઈ શકશે થિયેટરર્સમાં
  • ‘The Song Of Scorpians’ માં ઇરફાને કરી હતી છેલ્લીવાર એક્ટિંગ
  • આ ફિલ્મ 2021માં થશે રિલીઝ

મુંબઈ: બોલિવુડના દિગ્જ્જ અભિનેતા ઇરફાન ખાનનું 29 એપ્રિલ 2020ના રોજ 53 વર્ષની વયે નિધન થયું હતું. તે છેલ્લા 2 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમને વિદેશમાં પણ સારવાર કરાવી હતી, આખરે જીવનની લડત હારી ગયા. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેંસને ખુબ જ મોટો ઝટકો મળ્યો. પરંતુ તે પોતાના શાનદાર અભિનય દ્વારા લોકોના હૃદયમાં હમેશા જીવંત રહેશે. ખુશીની વાત એ છે કે, ફેંસ તેમને ફરી એકવાર સ્ક્રીન પર જોઈ શકશે.

ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ કહેવાઈ રહી હતી, પરંતુ આ તેમની છેલ્લી ફિલ્મ નથી. તે ‘સોંગ ઓફ સ્કોર્પિયન’માં જોવા મળશે. તમે આ ફિલ્મને આવતા વર્ષે થિયેટરર્સમાં જોઈ શકશો.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે એક વીડિયો શેર કરીને આ વાત શેર કરી છે. તેમાં જણાવાયું છે કે #TheSongOfScorpions આવતા વર્ષે 2021માં થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન અનૂપ સિંહે કર્યું છે, જ્યારે પૈનારોમા સ્પોટલાઇટ અને 70 એમએમ ટોકીઝ તેને પ્રસ્તુત કરશે.

આ સમાચાર સામે આવ્યા બાદ ઇરફાનના ફેંસ ખૂબ જ ખુશ છે અને ફરી એકવાર ઇરફાનને સ્ક્રીન પર જોવાની તક મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ છે,જે ઇરફાને ઘણા સમય પહેલા શૂટ કર્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, ઇરફાન ખાન ન્યૂરોએન્ડ્રોક્રાઇન ટ્યુમરથી પીડિત હતા. તેમને વર્ષ 2018માં આ બીમારી હોવાની જાણ થઇ હતી. લગભગ એક વર્ષ સુધી તેની વિદેશમાં સારવાર ચાલતી હતી અને ત્યાંથી સ્વસ્થ થયા પછી તેણે અંગ્રેજી મીડિયમ માટે શૂટિંગ પણ કર્યુ હતું. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને રાધિકા મદાન સહિત અનેક કલાકારો હતા.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code