Homeગુજરાતીજમ્મુ-કાશ્મીરઃ સાંબામાં મોટરકાર ખીણમાં ખાબકતા પાંચના મોત

જમ્મુ-કાશ્મીરઃ સાંબામાં મોટરકાર ખીણમાં ખાબકતા પાંચના મોત

  • અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત
  • એક વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી
  • પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં મોટરકાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ઘાયલ થયાં હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાહનમાં સવાર લોકો પંજાબથી શ્રીનગર જઈ રહ્યા હતા અને માનસરના જમોદા પાસે આ અકસ્માત થયો હતો.

સાંબા સ્ટેશન હાઉસ ઓફિસર દીપક જસરોટિયાએ જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ ગુલઝાર અહમદ ભટ, તેમની પત્ની જારા બેગમ અને તેમના દીકરો મહંમદ ઈકબાલ અને બેટી મસરતનો સમાવેશ થાય છે. જ્યારે હજુ સુધી એક વ્યક્તિની ઓળખ થઈ નથી. ચાલક સાકિબ પુરીને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

સાંબા જિલ્લામાં કાર ખીણમાં ખાબકતા અંદર સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી દેવાયાં હતા. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણવા પોલીસે તપાસ આરંભી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular