Homeગુજરાતીકરણ જોહરનો ચેટ શો 'કોફી વિથ કરણ' હમેશા માટે બંધ થયો  

કરણ જોહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ’ હમેશા માટે બંધ થયો  

  • શો ‘કોફી વિથ કરણ’ હમેશા માટે થયો બંધ
  • કરણ જોહરે ખુદ કરી જાહેરાત   
  • ટોક શો ની શરૂઆત વર્ષ 2004 થી થઇ હતી 

મુંબઈ:ફિલ્મમેકર કરણ જોહરના લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ’ની નવી સીઝનની રાહ જોઈ રહેલા લોકોને મોટો ઝટકો લાગ્યો છે.ખરેખર, કરણ જોહરે પોતે જાહેરાત કરી છે કે,શોની નવી સીઝન નહીં આવે.કરણ જોહરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, હેલો, કોફી વિથ કરણની 6 સીઝન મારા અને તમારા જીવનનો મહત્વનો ભાગ રહી છે.મને લાગે છે કે અમે એક પ્રભાવ નાખ્યો છે. પોપ કલ્ચર ઈતિહાસમાં પણ તેનું સ્થાન મેળવ્યું છે.તેથી, મારે ભારે હૃદય સાથે જાહેરાત કરવી પડી રહી છે કે, કોફી વિથ કરણ હવે પાછું નહીં આવે.

કરણ જોહરની આ પોસ્ટે શોના ફેન્સને ઈમોશનલ કરી દીધા હતા.આ ટોક શો વર્ષ 2004માં શરૂ થયો હતો.શોના પહેલા એપિસોડમાં શાહરૂખ ખાન અને કાજોલ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા.

છેલ્લા 15 વર્ષમાં સલમાન ખાન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, સોનમ કપૂર, આમિર ખાન, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, ટ્વિંકલ ખન્ના, રાની મુખર્જી, રિતિક રોશન, સૈફ અલી ખાન, સંજય દત્ત, એકતા કપૂર, જોન અબ્રાહમ, લારા દત્તા જેવી સેલિબ્રિટીઝ શોનો ભાગ બની છે.

 

સંબંધિત લેખો

Most Popular