નવી દિલ્હી, 01 ઓક્ટોબર 2026: સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે અને તેના બદલે સંતુલિત અભિગમ અપનાવવાનું સૂચન કર્યું છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બનેલી બેન્ચે સંકેત આપ્યો હતો કે સમયની મર્યાદાને આધીન રહીને દિવાળી દરમિયાન અમુક પ્રકારના ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ધાર્મિક લાગણીઓ અને વાયુ પ્રદૂષણની વિપરીત અસરો વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે, જ્યારે દિવસભર ફટાકડા ફોડવાની છૂટ આપવાથી પર્યાવરણ તેમજ વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર પડી શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, તેની આસપાસના વિસ્તારો અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ફટાકડા પરના પ્રતિબંધ અંગેના એક પડતર મામલાની સુનાવણી દરમિયાન બેન્ચે આ અવલોકન કર્યું હતું.
વધુ વાંચો: અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા, હિંદુકુશ વિસ્તારમાં 10 કિમી નીચે કેન્દ્ર


