મુંબઈઃ- બોલિવૂડમાં અનેક ફિલ્મો આવતી રહેતી હોય છે તાજેતજરમાં ઘણી ફિલ્મનો સિનેમાઘરોમાં રિલીઝ થી છએ તો કેટલીક ફિલ્મો આટીટી પ્લેટ ઓફર્રમ પર ઘૂમ મચાવે છે ત્યારે હવે ઓટીટી પર અભિનેત્રી અને બેબોગર્લ કરીના કપૂરની અપકમિંગ ફિલ્મ રિલીઝ તવાની તૈયારીમાં છે,આજરોજ મંગળવારે કરિના કપુરની જાનેજાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
બોલિવૂડ અભિનેત્રી કરીનાની થ્રિલર ફિલ્મ ‘જાને જાન’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ઓટીટી પર આ ફિલ્મ રિલીઝ થવાની છે ‘જાને જાન’ નેટફ્લિક્સ પર 21 સપ્ટેમ્બરે રિલીઝ થશે. કરીના કપૂર અભિનીત આ ફિલ્મ રહસ્યમય નવલકથા ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પર આધારિત છે.
https://www.youtube.com/watch?v=GHX6yT9Lxfo
ફિલ્મના ટ્રેલર લોન્ચ વિશે વાત કરતા, દિગ્દર્શક અને લેખક સુજોય ઘોષ કહે છે, “હું ખૂબ જ ઉત્સાહિત છું કે દર્શકોને આખરે જાને જાનની ઝલક જોવા મળશે, જે મારા દિલની ખૂબ નજીક છે.
કાલિમપોંગમાં સેટ થયેલી આ ફિલ્મમાં એક પ્રેમકથા, ગુનાહિત તપાસ, ઉભરતા આકર્ષણ, માસ્ટરમાઇન્ડ કાવતરું અને પ્રેમ માટે કંઈપણ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં કરીના, જયદીપ અને વિજય જેવા દિગ્ગજ કલાકારો છે. આ ફિલ્મ 21 સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે.


