1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યન ટૂંક સમયમાં સ્પોર્ટ્સ પ્રોજેક્ટની કરી શકે છે જાહેરાત ,અભિનેતાએ વીડિયો શેર કર્યો
કાર્તિક આર્યન ટૂંક સમયમાં સ્પોર્ટ્સ પ્રોજેક્ટની કરી શકે છે જાહેરાત ,અભિનેતાએ વીડિયો શેર કર્યો

કાર્તિક આર્યન ટૂંક સમયમાં સ્પોર્ટ્સ પ્રોજેક્ટની કરી શકે છે જાહેરાત ,અભિનેતાએ વીડિયો શેર કર્યો

0
Social Share
  • કાર્તિક ટૂંક સમયમાં સ્પોર્ટ્સ પ્રોજેક્ટની કરી શકે છે જાહેરાત
  • અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
  • વીડિયોમાં એક્ટર ક્રિકેટર તરીકે જોવા મળી રહ્યો છે

મુંબઈ:બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કલાકારો તેમના ચાહકોના મનોરંજન માટે દરરોજ તેમના ફોટા શેર કરતા રહે છે. અભિનેતાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટર ક્રિકેટર તરીકે જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં કાર્તિક એક અનુભવી ખેલાડીની જેમ શોટ લગાવતો જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં કોમેન્ટ્રીનો અવાજ સંભળાય છે.આ વીડિયોને શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, ‘કંઈક આવી રહ્યું છે’ અને તેની સાથે બેટ અને બોલનું ઈમોજી શેર કર્યું.

આ દિવસોમાં અભિનેતા તેની આગામી ફિલ્મ શહજાદાનું શૂટિંગ કરી રહ્યો છે. શહજાદા 4 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મમાં કૃતિ સેનન લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં પરેશ રાવલ, રોનિત રોય, સચિન ખેડકર અને મનીષા કોઈરાલા મુખ્ય ભૂમિકામાં છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code