1. Home
  2. ગુજરાતી
  3. કેટરીના કેફ સાઉથના આ સુપરસ્ટાર સાથે જોવા મળશે, અભિનેત્રીએ શરૂ કરી તૈયારી
કેટરીના કેફ સાઉથના આ સુપરસ્ટાર સાથે જોવા મળશે, અભિનેત્રીએ શરૂ કરી તૈયારી

કેટરીના કેફ સાઉથના આ સુપરસ્ટાર સાથે જોવા મળશે, અભિનેત્રીએ શરૂ કરી તૈયારી

0
Social Share
  • કેટરીના કેફ હવે સાઉથના સુપરસ્ટાર સાથે જોવા મળશે
  • પહેલીવાર સાઉથના સ્ટાર વિજય સેતુપતિ સાથે જોવા મળશે
  • બંને સ્ટાર્સના ચાહકોમાં જોવા મળી રહી છે ખુશીની લહેર

મુંબઈ:બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કેફને આજે કોઈ ઓળખની મોહતાજ નથી. બૂમ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનારી કેટરિનાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણી મહાન ફિલ્મોમાં કામ કર્યું છે. મેકર્સ તેમની ફિલ્મોમાં કેટરીના કેફને લેવાનું પણ પસંદ કરે છે. આ જ કારણ છે કે અભિનેત્રીએ દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. હવે એક્ટ્રેસ સાઉથના સુપરસ્ટાર સાથે કામ કરતી જોવા મળશે.

જોકે કેટરીના કેફ આ દિવસોમાં ટાઇગર 3 માટે હેડલાઇન્સમાં છે જેનું શૂટિંગ કોવિડને કારણે અટકી ગયું છે. પરંતુ તે દરમિયાન સમાચાર આવ્યા છે કે, નિર્માતા શ્રીરામ રાઘવને કેટરિનાને આગામી ફિલ્મ માટે લીધી છે.

સમાચારો મુજબ, કેટરીના કેફ પહેલીવાર સાઉથના સ્ટાર વિજય સેતુપતિ સાથે જોવા મળશે. આટલું જ નહીં, અભિનેત્રી પ્રથમ વખત શ્રીરામ રાઘવન સાથે પણ કામ કરશે. આ ફિલ્મ વિશે એ પણ અપડેટ સામે આવ્યું છે કે કેટરિનાએ આ ફિલ્મનું કામ શરૂ કરી દીધું છે.

ફિલ્મનું ટાઇટલ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, મેરી ક્રિસમસના નામે ફિલ્મ બની શકે છે. ફિલ્મ વિશે એવું પણ સામે આવ્યું છે કે, આ આખી ફિલ્મનું શૂટિંગનું શેડ્યૂલ 30 દિવસનું હશે. આટલું જ નહીં, આ ફિલ્મ ફક્ત 90 મિનિટની જ હશે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે કે, વિજય સેતુપતિ અને કેટરીના કેફ સાથે કામ કરશે, ત્યારથી બંનેના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code