કિચન ટિપ્સઃ- જો સાઉથઈન્ડિય વાનગી પસંદ હોય તો જાણીલો આ ઈન્સ્ટન્ટ પંચદાળ અપ્પમ બનાવાની ઈઝી રીત
આપણે સૌ કોઈએ અપ્પમ તો ખાધા જ હશે ખાસ કરીને અળદની દાળ અને ચોખાના પણ આજે પંચદાળના સ્વાદિષ્ટ અપ્પમ તે પણ તાત્કાલિક બની જાય તેવી રીત લઈને આવ્યા છએ તો ચાલો જોઈએ આ પંચદાળના અપ્પમ બનાવાની રીત.
સામગ્રી
- 1 કપ – અળદની દાળ
- 1 કપ – ચણાની દાળ
- 1 કપ – મગવી દાળ
- 1 કપ – ચોખા
- 1 કપ- તુવેરની દાળ
- 3 ચમચી – તેલ
- 10 થી 12 નંગ – કઢી લીમડાના પાન
- 3 ચમચી – વાટેલા લીલા મરચા
- 1 ચમચી – આદુ જીણુ સમારેલું
- 1 ચમચી – રાય
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – લચીલી ફ્લેક્સ
- 1 નંગ – જીણી સમારેલી ડુંગળી
- 1 નંગ – જીણુ સમારેલું ટામેટું
- 1 નંગ – જીણુ સમારેલું કેપ્સિકમ મરચું
- 2 ચપટી- ખાવાનો સોડા
સૌ પ્રથમ 4 દાળ અને ચોખાને એક કઢાઈ ગરમ કરીને તેમાં 10 મિનિટ ગેસની ફ્લેમ ઘીરી રાખીને શેકીલો, હવે 10 મિનિટ દાળને ઠંડી થવાદો ત્યાર બાદ તેને મિક્સરમાં એકદમ જીણી ક્રશ કરીલો હવે આ મિશ્રણમાંથી માત્ર 2 કપ લોટ લો, બાકીનો લોટ એક ડબ્બામાં સ્ટોર કરીલો જે તમને બીજી વખત અપ્પમ બનાવામાં કામ લાગશે.
હવે એક બાઉલલો તેમાં 2 કપ લોટ લઈને 1 કપ છાસ તથા 2 કપ પાણી નાખીને તેને બરાબર મિક્સ કરીદો હવે તેના પર ઢાકણ ઢાકીને 20 થી 25 મિનિચ રહેવાદો.
આટલી મિનિટ બાદ હવે એક વઘારીયામાં તેલ લઈ તેમાં રાય ફોડી કઢી લીમડાના પાન નાખી તે વઘાર એડ કરીદો
હવે આ મિશ્રણમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ મરચા, લીલા મરચાની પેસ્ટ, આદુ સ્વાદ પ્રમાણે મીઠું ,2 ચમટી ખાવાનો સોડાખાર અને ચીલી ફ્લેક્સ એડ કરીને બરાબર મિક્સ કરીલો.
હવે એક અપ્પમની પ્લેટને તેલ લગાવીને ગ્રીસ કરીલો, હવે આ તૈયાર કરેલું મિશ્રણ તેમાં નાખીને બન્ને બાજુ અપ્પમ પાકી જાય તે રીતે 10 મિનિટ બેવ બાજુ શેકીલો
તૈયાર છે તમારા પંચદાળના અપ્પમ જેને તમે સોસ સાથે ગ્રીમ ચટણી સાથે કે સાઉથની દાળીયાની ચટણી કે પછી સંભાર સાથે પણ ખાય શકો છો.
નોંધઃ- જો તમે અગાઉથી પંચ દાળનો લોટ તૈયાર કરી રાખઅયો હોય અને તમારે અપ્પમ બનાવાનું પ્લાનિંગ હોય તો બનાવાના 30 મિનિટ પહેલા આ લોટને છાસ અને પાણીમાં પલાળીને રહેવાદેવું. આમ કરવાથી અપ્પમમાં આથો સારો આવે છે,તનમે સવારે નાસ્તામાં અપ્પમ બનાવા ઈચ્છો છો તો રાત્રે પંચદાળના લોટને પલાળી શકો છો.