Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સ - મોનસુનમાં બનાવો કોર્ન-નીનટ ચીઝ બટર બાઉલ, ખાવામાં ચીઝી અને...

કિચન ટિપ્સ – મોનસુનમાં બનાવો કોર્ન-નીનટ ચીઝ બટર બાઉલ, ખાવામાં ચીઝી અને ટેસ્ટી

સાહિન મુલતાનીઃ-

મકાઈની વાત આવે એટલે ચોમાસામાં તો સૌ કોઈના મોઢામાં પાણી આવી જ જાય ,આ સિઝનમાં મકાઈ ખાવાની મજા જ અલગ હોય છે આજે મકાઈનો ચાટ બનાવાની વાત કરીશું તે પણ ચિઝી અને બટરથી લબાલબ .

સામગ્રી

  • 2 નંગ – મકાઈ
  • 4 ચમચી – મોઝરેલા ચિઝ
  • 4 ચમચી – બટર
  • અડધી ચમચી – ચીલી ફ્લેક્સ
  • અડધી ચમચી – ઓરેગાનો
  • 1 ચમચી – ચાટ મસાલો
  • 1 નંગ  – જીણી સનમારેલી ડુંગળી
  • 1 નંગ- જીણુ સમાકેલું ટામેટું
  • 2 ચમચી – શીંગદાણાનો ભૂખો

રીતઃ- સૌ પ્રથમ મકાઈના દાણા કાઢીલો અને તેને એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં મીઠુ નાખીને 5 થી 6 મિનિટ સુઘી બાફીલો

હવે એક કાઢઈમાં બટર ગરમ કરીને તેમાં ચિઝ એડ કરી ચિઝને મેલ્ટ થવાદો

ચિઝ ઓગળી જાય એટલે મકાઈના દાણા એડ કરીને બરાબર મિક્સ કરીલો

હવે તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, તથા શીંગદાણાનો ભૂખો એડ કરીને બરાબર મિક્સ કરીલો

હવે આ ચિઝી દાણાને એક પ્લેટમાં લઈલો

હવે તેના પર ચતાટ મસાલો એડ કરો, ત્યાર બાદ ડુંગળી અને ટામેટા વડે ગાર્નિશ કરીને ઉપરથી સેવ એડ કરો

હવે આ બઘાને ફરી પ્લેટમાં જ બરાબર મિક્સ કરીદો ચિઝી મકાઈ ચાટ તૈયાર છે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular