Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ-  તમારા બાળકોને હવે નાસ્તામાં બનાવી આપો આ હેલ્ઘી પેન કેક

કિચન ટિપ્સઃ-  તમારા બાળકોને હવે નાસ્તામાં બનાવી આપો આ હેલ્ઘી પેન કેક

સાહિન મુલતાની-

સવાર પડતા જ દરેક માતાને ચિંતા હોય છે કે પોતાના બાળકોને નાસ્તામાં શું બનાવી આપે જે હેલ્ઘી હોવાની સાથે સાથે બાળકોને પસંદ પણ આવે તો આજે એવી જ એક પેન કેક બનાવાની રીત જોઈશું જે હેલ્ઘી તો છે જ અને બાળકોને ભાવશે પણ ખરા.

સામગ્રી

  • 2 કપ – ઘઉંનો લોટ
  • 2 કપ – દૂઘ
  • 3 ચમચી – ઘી
  • 1 નંગ – એપલ જીણુ સમારેલું
  • 2 ચમચી – ખાંડ 

બનાવાની રીત-

સૌ પ્રથમ ઘંઉનો લોટ એક બાઉલમાં લો

હવે તેમાં ખાંડ ઘી અને દૂઘ નાખીને બરાબર મિકસ કરી દો

હવે આ મિશ્રણને 10 મિનિટ સુઘી રહેવા દો

હવે તેમાં એપલના નાના નાના ટૂકડાઓ નાખો

હવે એક પેઈન ગરમ કરોટતેમાં ઘી રાખીને નાની નાની પેઈન કેક તૈયાર કરીલો

તૈયાર છે બાળકો માટે એપ પેઈન કેક

 

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular