Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- હવે ઝટપટ કંઈક ખાવાનું મન થાય તો બનાવી લો આ...

કિચન ટિપ્સઃ- હવે ઝટપટ કંઈક ખાવાનું મન થાય તો બનાવી લો આ બ્રેડનો નાસ્તો

સાહિન મુલતાની-

સામાન્ય રીતે શિયાળામાં સવારે દરેકના ઘરોમાં ગરમ નાસ્તો તો બનતો જ હોય છે પણ રોજ રોજ પૌઆ,ઈડલી કે પરાઠા ખાઈને કંટાળ્યા છો તો આ નવી રેસિપી તમારા માટે જ છે,ખૂબ જ બેઝિક સામગ્રીમાં અને ઓછા સમયમાં બની પણ જાય છે તો ચાલો જાણીએ બ્રેડ પૂડીંગ બનાવાની રીત.

સામગ્રી અને રીત સ્લરી બનાવા માટે

  • 2 કપ- બેસન
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 6 નંગ – બ્રેડ
  • થોડી -હરદળ
  • તળવા માટે – તેલ
  • 1 નંગ – ડુંગળી જીણી સમારેલી
  • 1 નંગ – શિમલા મરચું જીણું સમારેલું
  • 2 નંગ – તીખા લીલા મરચા સમારેલા
  • 2 ચમચી – લીલા ઘાણા સમારેલા

સૌ પ્રથમ એક બાઉલમાં બેસન લો તેમાં મીઠું ચિલી ફ્લેક્સ અને પાણી નાખીને એક ઘટ્ટ સ્લરી તૈયાર કરો.

હવે એક નોનસ્ટીક પેન દરમ કરી તેમાં થોડું તેલ નાખીને બેસનની સ્લરી સ્પ્રેડ કરો ત્યાર બાદ તેના પર એક બ્રેડ રાખી દો.

હવે એક બાજુ બેસન પાકીજાય એટલે બ્રેડની બીજી સાઈડ બેસનની સ્લરી એડ કરીને બ્રેડને ફેરવીલો.

આમ બન્ને બાજુ બેસનની અઁદર બ્રેડ કોટીન થી જશે,હવે તમે આ નાસ્તો ટામેટા સોસો સાથે સર્વ કરી શકો છો.

ત્યાર બાદ તેમાં ડુંગળી, લીલા મરચા ,શિમલા મરચા અને હરદળ પણ એડ કરીને બરાબર મિક્સ કરીદો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular