1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- બાળકને હેલ્ધી રાખવા માટે હવે લંચ બોક્સમાં આપો ફણગાવેલા મિક્સ કઠોળનો ચાટ
કિચન ટિપ્સઃ- બાળકને હેલ્ધી રાખવા માટે હવે લંચ બોક્સમાં આપો ફણગાવેલા મિક્સ કઠોળનો ચાટ

કિચન ટિપ્સઃ- બાળકને હેલ્ધી રાખવા માટે હવે લંચ બોક્સમાં આપો ફણગાવેલા મિક્સ કઠોળનો ચાટ

0
Social Share

સાહિન મુલતાનીઃ-

આજકાલ બાળકોને હેલ્ધીના બદલે ટેસ્ટી ખાવાનું પુસંદ છે પરંતુ દરેક માતા એ બાળકોને ટેસ્ટની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ તો આજે બાળકોના લંચ બોક્સ માટે ફણગાવેલા કઠોળનો ચાટ બનાવવાની રીત જોઈશું.

સામગ્રી

  • દેશી ચણી – અડધો કપ
    કોબુલી ચણા – અડઘો કપ
    મગ – અડધો કપ
    સોયાબીન – અડધો કપ
    મગ – અડધો કપ
    2 નંગ – ડુંગળી જીણી સમારેલી
    2 નંગ- ટામેટા સમારેલા
    2 ચમચી – લીલા ધાણા
    2 ચમચી – લીબુંનો રસ
    1 ચમચી – લાલ મરચાનો પાવડર( બાળકોના ટેસ્ટ પ્રમાણે)
    1 કપ – બેસનની સેવ
  • 1 બાઉલ- સમારેલું ગાજર,કોબિઝ અને બીટ

સૌ એક દિવસ અગાઉની રાતે આ તમામે તમામ કઠોળને પાણીમાં પલાળી દો ત્યાર બાદ બીજે દિવસે સવારે આ બધા કઢોળને કોટનના કપડામાં બાંધીને બીજા દિવસની સવાર સુધી રહેવાદો, એટલે કઠોળ અંકુરીત થઈ જશે.

હવે આ બધા કઠોળને પાણીમાં 30 મિનિટ સુધી ઉકાળીલો, ઉકાળ્યા બાદ તેને એક ચારણીમાં ગારીલો,

હવે તેમાં 2 ચમચી ચાટ મલાસો, ડુંગળી, ટામેટા,ઘાણા .લીબુંનો રસ અને લાલ મરચું અને કોબીજ,ગાજર બીટનો સલાડ નાખીને બરાબર ભેળની જેમ મિક્સ કરીલો

હવે બાળકોના લંચ બોક્સમાં આ ભેળ ભરીદો અને તેના ઉપર સેવ નાખીને ગાર્નિશ કરી દો

આ નાસ્તો એકદમ હેલ્ધી છે,જે બાળકોને ભરપુર પ્રોટીન આપે છે,જો તમે ઈચ્છો તો લાલ મરચું સ્કિપ કરી શકો છો.આ સાથે જ તમે 2 ચમચી દહીં પણ એડ કરી શકો છો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code