1. Home
  2. ગુજરાતી
  3. વિરાટ કોહલીનો વિરાટ પાવર – શ્રીલંકા સામે કોહલીએ ODI માં સતત બીજી સદી ફટકારીને સચિનનો આ રેકોર્ડ પણ તોડ્યો
વિરાટ કોહલીનો વિરાટ પાવર –  શ્રીલંકા સામે કોહલીએ ODI માં સતત બીજી સદી ફટકારીને સચિનનો આ રેકોર્ડ પણ તોડ્યો

વિરાટ કોહલીનો વિરાટ પાવર – શ્રીલંકા સામે કોહલીએ ODI માં સતત બીજી સદી ફટકારીને સચિનનો આ રેકોર્ડ પણ તોડ્યો

0
Social Share
  • વિરાટ કોહલીએ શ્રીલંકા સામે ફટકારી સદી
  • સતત બીજી સદી ફટકારીને બનાવ્યા અનેક રેકોર્ડ
  • વનડે કરિયરની 45મી સદી ફટકારી

દિલ્હીઃ-   ક્રિકેટર વિરાટ કોહલી કોઈની ઓળખનો મોહતાઝ નથી સતત ક્રિકેટમાં અનેક પરાક્રમ કરીને તે સર્ચામાં રહે છે ત્યારે હવે  શ્રીલંકા સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ આ ઈનિંગથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. વિરાટ કોહલીની શ્રીલંકા સામે આ 9મી વન ડે સદી છે, જ્યારે આ ધરતી  પર તેની 20મી સદી છે. આ સાથે જ તેણે સચિન તેંડુલકરના 20 સદીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

વિરાટ કોહલીએ ગુવાહાટીમાં તેની ODI કારકિર્દીની 45મી સદી ફટકારી હતી. આ દરમિયાન વિરાટે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી અને એક રેકોર્ડ તોડ્યો હતો. નવેમ્બર 2019 પછી  કોહલીની આ પ્રથમ સદી છે. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 73મી સદી  ફટકારી છે.

 વિરાટ કોહલીએ 80 બોલમાં આ સદી પૂરી કરી હતી અને છેલ્લી ઓવર સુધી ક્રિઝ પર રહ્યો હતો. કોહલીએ આ મેચમાં સૌથી વધારે 113 રન બનાવ્યાં જ્યારે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે પણ કોહલીએ સૌથી વધારે 113 રન ફટકાર્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code