1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છઃ જખૌ નજીક હવે બિનવારસી હાલતમાં સેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
કચ્છઃ જખૌ નજીક હવે બિનવારસી હાલતમાં સેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

કચ્છઃ જખૌ નજીક હવે બિનવારસી હાલતમાં સેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ વિસ્તારમાં દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સરહદની ખુબ જ નજીક આવેલુ છે જખૌ, જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અહીં બાજ નજર રાખી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી જખૌ નજીકથી ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવે છે. સમગ્ર મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે, દરમિયાન જખૌ બંદર નજીક એક નિર્જન ટાપુ ઉપરથી વિસ્ફોટક સેલ મલી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના જખૌ બંદર પર સુરક્ષા એજન્સી પેટ્રોલિંગ કરી રહી હતી દરમિયાન જખૌના નિર્જન ટાપુ પાસેથી વિસ્ફોટક સેલ મળી આવ્યો છે. અગાઉ પિંગળેશ્વર પાસેથી આ પ્રકારનો સેલ મળ્યો હતો. બિનવારસી સેલ મળતા એજન્સીએ સેલ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. આ સેલ ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તે અંગે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવી છે. બિનવારસી હાલતમાં વિસ્ફોટક સેલ મળી આવતા પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. જખૌના દરિયાઈ વિસ્તારમાં અત્યાર સુધીમાં ચરસના 94 જેટલા પેકેટ મળી આવ્યાં છે. દરમિયાન આજે વધુ એક પેકેટ મળી આવ્યું હતું. ચરસના પેકેટ ઉપર બ્લેક કોફી કાર્ડ સુપ્રીમો પ્રિન્ટ કરેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 17મી ઓગસ્ટના રોજ જખૌના પિંગ્લેશ્વર નજીકથી વિસ્ફોટક સેલ મળ્યો હતો. જ્યારે હવે બીજો સેલ મળી આવતા સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે.

(ફોટો-પ્રતિકાત્મ)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code