1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છની સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનોને કચ્છી ભાષા શીખડાવાશે
કચ્છની સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનોને કચ્છી ભાષા શીખડાવાશે

કચ્છની સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનોને કચ્છી ભાષા શીખડાવાશે

0
Social Share

ભુજ : કચ્છમાં પાકિસ્તાન સાથેની ભારતીય સીમા પર બીએસએફના જવાનો રાત-દિવસ ચોકી પહેરો કરી રહ્યા છે. સીમા સુરક્ષા દળના જવાનોને સ્થાનિક કચ્છના લોકોની કચ્છી બોલીમાં કોઇ તકલીફ ન પડે એ માટે કચ્છી ભાષાની તાલીમ આપવાનું આયોજન ગોઠવાશે તેવું સીમા સુરક્ષા દળના કમાન્ડન્ટ મનીષ રંજને જણાવ્યું હતું.

ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ  પડોશી દેશની સીમા સાથે જોડાયેલો જિલ્લો છે. આવા સંજોગોમાં કચ્છી ભાષા જો સુરક્ષા જવાનોને થોડી પણ આવડી જાય તો ખૂબ જ ઉપયોગી થશે તેવું મનીષ રંજને ભુજ ખાતે 102 બટાલિયનના જવાનોને હિન્દી અને કચ્છી ભાષાના શબ્દકોશની તૈયાર થયેલી કચ્છી-હિન્દી પાઠાવલિ નામની સરળ પુસ્તિકા અર્પણ કરતી વખતે જણાવ્યું હતું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી  દ્વારા દાતા માસ્ટર ધ્રુવિત તેજશ દિનેશભાઇ છેડા (કુંદરોડી)ના સહયોગથી જવાનોને આ પુસ્તક અર્પણ કરાયાં હતાં. પદ્મશ્રી નારાયણ જોશી દ્વારા અત્યંત સરળ ભાષામાં હિન્દી અને કચ્છીમાં રોજિંદી ભાષામાં બોલવામાં આવતા શબ્દપ્રયોગનો ઉપયોગ કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જે જવાનોને વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કાંતિભાઇ ગોરે પોતે કરેલા ભાષા માટેના પ્રયાસોનો ઉલ્લેખ કરીને સરહદે ફરજ બજાવતા જવાનોને તેઓ જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગી થવાની ખાતરી આપી હતી. આકાશવાણીના પૂર્વ નિયામક મદનકુમાર અંજારિયાએ જણાવ્યું હતું કે સીમાના સાચા પ્રહરી દેશના સાચા હીરો છે અને અહીં તમારો જુસ્સો જોઇને અમે પણ ગર્વ અનુભવીએ છીએ. એમ કહ્યું હતું.

આ કાર્યક્રમના આયોજક અને ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશીએ જણાવ્યું હતું કે આ પુસ્તક એટલા ઉપયોગી બન્યા છે કે તેની ત્રીજી પ્રત તૈયાર કરવી પડી છે.  તેમણે સીમા સુરક્ષા દળને અત્યાર સુધી ઉપયોગી બન્યા છે તેની વિગતો આપી હજુ પણ દાતાઓ તૈયાર છે, જ્યાં જરૂર હશે. ત્યાં મદદ કરવાની ખાતરી આપી હતી. (file photo)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code