Homeગુજરાતીવરસાદના કારણે નાગાલેન્ડમાં લેન્ડસ્ક્પની ઘટના રસ્તાઓ પર પહાડ ધસી આવ્યા ,બે ના...

વરસાદના કારણે નાગાલેન્ડમાં લેન્ડસ્ક્પની ઘટના રસ્તાઓ પર પહાડ ધસી આવ્યા ,બે ના મોત

 

કોહિમાઃ-  તાજેતરમાં દેશના ઘણા વિસ્તારોમાં  વરસાદ વરસી રહ્યો છે ત્યારે પહાડી રાજ્યમાં વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર ભેખડ ઘસી આવવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે  નાગાલેન્ડમાં પણ મંગળવારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન દરમિયાન કોહિમા-દીમાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહાડો પરથી પડેલા ભારે ખડકોથી ત્રણ કાર કચડાઈ ગઈ હતી.

જાણકારી પ્રમાણે આ અકસ્માતમાં બે લોકોના મોત થયાના સમાચાર છે,આ સાથે જ આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ચુમૌકેદીમામાં પોલીસ ચેકપોસ્ટ પાસે બની હતી આ ઘટનાના એક પછી એક  ભેંખડનો કાટમાળ બે કાર પર એક મોટો ખડક પડતો જોવા મળ્યો છે. બંને કાર ખડકોના વજનથી કચડાઈ ગઈ છે.

આ સહીત સ્થાનિક પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ઘાયલો પૈકી એક કારમાં ફસાઈ ગયો હતો. ઘણી જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે કોહિમા-દીમાપુર નેશનલ હાઈવે પર થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે કાર કોહિમાથી આવી રહી હતી. આ સમગ્ર અકસ્માત પીડિતાની કારની પાછળ આવેલી કારના ડેશ કેમેરામાં કેદ થયો હતો. મળતી માહિતી મુજબ ઘાયલોની સારવાર દીમાપુરની રેફરલ હોસ્પિટલમાં ચાલી રહી છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વ્યક્તિએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img