1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટણ પંથકમાં ગાજરનું મોટું ઉત્પાદન, પોષણક્ષણ ભાવ ન મળતા ખેડુતો નારાજ
પાટણ પંથકમાં ગાજરનું મોટું ઉત્પાદન, પોષણક્ષણ ભાવ ન મળતા ખેડુતો નારાજ

પાટણ પંથકમાં ગાજરનું મોટું ઉત્પાદન, પોષણક્ષણ ભાવ ન મળતા ખેડુતો નારાજ

0
Social Share

પાટણ : ઉત્તર ગુજરાતમાં સમૃદ્ધ જિલ્લો ગણાતા પાટણ કૃષિપાક ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શિયાળુ સીઝનમાં ગાજરને પણ પાટણ પંથકમાં એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે. ગુજરાતથી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે. ચાલુ વર્ષે  ગાજરના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ સીઝનમાં પાટણ પંથકમાં પડી રહેલ ઠંડીની અસર પાટણના ગાજરના ઉત્પાદન પર પડી છે. ઠંડીમાં ગાજરનું સારું ઉત્પાદન મળતું હોવાથી ચાલુ સીઝનમાં સારી ઠંડી પડતા પાટણ પંથકની ઓળખ એવા ગાજરની આવકમાં મબલખ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ગાજરની ખેતી પર નજર કરીએ તો રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના વિસ્તારોમાં સાડા આઠસો હેક્ટરમાં ગાજરની ખેતી કરવામાં આવે છે. પાટણ પંથકના ગાજર કલરમાં લાલ ઘટ તેમજ ટેસ્ટમાં વધુ મીઠાં અને લાંબા હોવાથી આ ગાજરની વિશેષ માંગ જોવા મળે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ મુંબઈ સુધીના માર્કેટમાં પાટણના ગાજરની માંગ રહે છે. પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ગાજરના ભાવમાં ઘટાડો જોવા મળતા ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યાં છે. ગત વર્ષે 20 કિલો ગાજરનો ભાવ રૂપિયા 500 થી 700 હતો. પરંતુ ચાલુ વર્ષે ભાવમાં ઘટાડો નોંધાયો છે અને રૂપિયા 250 થી 300 સુધી રહેતા ખેડૂતોની હાલત દયનીય બની છે.

ખેડુતોના કહેવા મુજબ  હાલ ખેતરોમાં ગાજરના ઢગલે ઢગલા ખડકાઈ રહ્યા છે. મજૂરો દ્વારા ગાજરને જમીનમાંથી બહાર કાઢવામાં કામગીરી ચાલી રહી છે. જમીનમાંથી બહાર કઢાયેલા ગાજરને એક મોટા ગ્લાઈડર મશીનમાં વોશ કરવામાં આવે છે. ત્યાર બાદ મજુરો પાણીના હોજમાં ગાજરને સાફસૂફ કરીને બોરીઓમાં ભરે છે. એક બોરીની વાત કરીયે તો, એક બોરી 50 થી 60 કિલો ગ્રામ વજનની હોય છે. જે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ભાવ ખૂબ જ નીચા છે. તેની સામે મોંઘા ભાવની ખેડ, બિયારણ અને મજૂરી કરી વાવેતર કરવામાં આવે છે. પણ ચાલુ સાલે ભાવ ખૂબ જ નીચા રહેતા મોટું નુકસાન પડી રહ્યું છે. ચાલુ વર્ષે ખેડૂતો પર એક બાદ એક પડતા પર પાટુ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં ભારે વરસાદ ને લઈ નુકશાન અને હવે ખેડૂતોએ ગાજરનું વાવેતર કર્યું, તો પોષણક્ષમ ભાવ ના મળતા દયનીય હાલત બનવા પામી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code