1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લો બોલો ‘ક્રાઈમ શો’માં કામ કરતી બે અભિનેત્રીઓએ ક્રાઈમને આપ્યો અંજામ, લાખોની કરી ચોરી
લો બોલો ‘ક્રાઈમ શો’માં કામ કરતી બે અભિનેત્રીઓએ ક્રાઈમને આપ્યો અંજામ, લાખોની કરી ચોરી

લો બોલો ‘ક્રાઈમ શો’માં કામ કરતી બે અભિનેત્રીઓએ ક્રાઈમને આપ્યો અંજામ, લાખોની કરી ચોરી

0
Social Share

મુંબઈઃ પોલીસે ચોરીના ગુનામાં ટીવી સિરિયલની બે અભિનેત્રીઓને ઝડપી લીધી છે. આ બંને અભિનેત્રીઓ જાણીતા ક્રાઈમ શોમાં નાના-મોટા રોલ કરતી હતી. બંને અભિનેત્રીઓ એક વ્યક્તિના ઘરે પેઈનગેસ્ટ બનીને ગઈ હતી અને લોકરમાંથી રૂ. 3.28 લાખનો હાથ ફેરો કરીને ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ ચોપડે નોંધાઈ હતી. કોરોના કાળમાં લોકડાઉનના કારણે શુટીંગ બંધ રહેતા નાણાની સમસ્યા ઉભી થતા ચોરી કરી હોવાનો બંને અભિનેત્રીઓએ લૂલો બચાવ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આરે કોલોનીના રોયલ પામ વિસ્તારમાં પોશ ગણાતી ઈમારતમાં રહેનાર વ્યક્તિએ 18મી મેના રોજ બંને અભિનેત્રીઓને પેઈનગેસ્ટ બનાવી હતી.ત્યાર બંને અભિનેત્રીઓ લોકરમાંથી રૂ. 3.38 લાખની ચોરી કરીને ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ આરંભીને સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યાં હતા. જેમાં કેટલાક મહત્વના પુરાવા મળતા બંને અભિનેત્રીઓને ઝડપી લીધી હતી. બંને અભિનેત્રીઓ સીસીટીવી કેમેરામાં પૈસા લઈને જતા કેદ થઈ હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને અભિનેત્રીઓ જાણીતા ક્રાઈમ શો ઉપરાંત કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલી રકમ પૈસી 50 હજાર જપ્ત કર્યાં હતા. તેમજ બંને અભિનેત્રીઓને કોર્ટમાં રજૂ કરીને વધારે તપાસ અર્થે તા. 23મી જૂન સુધીના રિમાન્ડ મેળવ્યાં હતા. લોકડાઉનના કારણે શુટીંગ બંધ હતું. જેથી નાણાની સમસ્યા ઉભી થતા ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનો લુલો બચાવ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code