સુરેન્દ્રનગર, 18 મે 2026: Traffic police collect fine of Rs 26,900 from motorists during drive જિલ્લાની લીંબડી પોલીસે 15મી મેથી ત્રણ દિવસ ટ્રાફિક નિયમોના પાલન માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ત્રણ દિવસીય અભિયાનમાં બ્લેક ફિલ્મ લગાવેલા અને અન્ય નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે 39 વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરી હતી. વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ₹26,900 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રજિસ્ટ્રેશન નંબર વગર, ખોટી નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ સહિતના ગુનાઓમાં 70 નોન-કોગ્નિઝેબલ (NC) કેસ નોંધવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે તા.15મી મેથી ત્રણ દિવસ ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં પોલીસે 39 વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરી હતી. વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ₹26,900 નો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ મોટર વાહન અધિનિયમ (M.V. Act) ની કલમ 207 હેઠળ નિયમ ભંગ કરતા 24 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કોડિયાતર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બારીયા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. લીંબડી પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, કાયદેસરની નંબર પ્લેટ લગાવવા અને વાહનના નિયમિત દસ્તાવેજો સાથે વાહન ચલાવવા અપીલ કરી છે.

