1. Home
  2. ગુજરાતી
  3. ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચેન્ટે 40 વર્ષે આપ્યો બાળકને જન્મઃ કિશ્વર-સુયશ રાયના ઘરે પુત્રનું આગમન થતા સોશિયલ મીડિયા ફોટો કર્યો શેર કર્યો
ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચેન્ટે 40 વર્ષે આપ્યો બાળકને જન્મઃ કિશ્વર-સુયશ રાયના ઘરે પુત્રનું આગમન થતા સોશિયલ મીડિયા ફોટો કર્યો શેર કર્યો

ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચેન્ટે 40 વર્ષે આપ્યો બાળકને જન્મઃ કિશ્વર-સુયશ રાયના ઘરે પુત્રનું આગમન થતા સોશિયલ મીડિયા ફોટો કર્યો શેર કર્યો

0
Social Share
  • કિશ્વર મર્ચેન્ટ અને સુયશ રાયના ઘરે પુત્રનો જન્મ
  • એક્ટ્રેસે પુત્ર સાથેનો પહેલો ફોટો શેર કર્યો

મુંબઈઃ જાણીતી ટીવી  એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટે ગૂડન્યૂઝ આપ્યા છે. તે માતા બની છે. કિશ્વરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તેણેપુત્રને જન્મ આપ્યો છે. આ સાથે તેણે ન્યૂ બોર્ન બેબીનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં કિશ્વર અને સુયશ તેમના દીકરાને ગળે લગાવીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, તેણે પુત્રનો ચહેરો બતાવ્યો નથી.

https://www.instagram.com/kishwersmerchantt/?utm_source=ig_embed&ig_rid=1a7772cb-a36f-453c-8e11-409bbbde8086

ફોટો શેર કરતા, કિશ્વરે કેપ્શનમાં લખ્યું છે ’27 .08.21, વેલકમ બેબી રાય. છોકરો થયો છે#sukishkababy ‘

કિશ્વરે આ પોસ્ટ શેર કરતા જ તેને અભિનંદન આપનારાઓની ભરમાળ લાગી છે. સના મકબુલ લખે છે, ‘માશાલ્લાહ’, આરતી સિંહે કોમેન્ટ કરી- ‘વાહ.’ શ્વેતા તિવારીએ કહ્યું, ‘મમ્મી-પપ્પાને અભિનંદન.’ આ સિવાય ગૌહર ખાન, આશા નેગી, પૂજા ગૌર, બરખા સિંહ, અર્જુન બિજલાની, સુરભિ જ્યોતિ, યુવિકા ચૌધરી, ઋત્વિક ધનજાની અને ટીવીના અન્ય ટીવી સ્ટાર્સે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છએ કે કિશ્વર 40 વર્ષે માતા બની છે. કિશ્વર અને તેના પતિ સુયશે કહ્યું છે કે આ તેમના માટે શોકિંગ  હતું કારણ કે તેમણે આયોજન નહોતું. તેણે એમ પણ કહ્યું હતું કે કિશ્વરની પ્રેગ્નેન્સી બાદ તેઓ એકબીજાની વધુ નજીક આવ્યા છે. ઉલ્લેખનીય  છે કે પ્રેગ્નેન્સી વખતે કિશ્વર તેના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code