
લોકસભા ચૂંટણી 2024: કેન્દ્રિય ચૂંટણી પંચ ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચશે.
અહીં ચૂંટણી પંચ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમક્ષી કરવા માટે ચૂંટણી પંચ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે. આ પહેલા ચૂંટણી પંચની ટીમ તમિલનાડુમાં પણ સમીક્ષા કરવા પહોંચી હતી.
ચૂંટણી પંચની મુલાકાતનો સિલસિલો 13 માર્ચ પહેલા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ પહેલા વર્ષ 2019માં ચૂંટણી પંચે 10 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી.