1. Home
  2. ગુજરાતી
  3. ભગવાન બિરસા મુંડાની ભૂમિ વિકસીત ભારતના સંકલ્પો માટે ઉર્જાનો સ્ત્રોત બનશે: PM મોદી
ભગવાન બિરસા મુંડાની ભૂમિ વિકસીત ભારતના સંકલ્પો માટે ઉર્જાનો સ્ત્રોત બનશે: PM મોદી

ભગવાન બિરસા મુંડાની ભૂમિ વિકસીત ભારતના સંકલ્પો માટે ઉર્જાનો સ્ત્રોત બનશે: PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિંદરી, ધનબાદ, ઝારખંડમાં રૂ.35,700 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં ખાતર, રેલ, પાવર અને કોલસાના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ HURL મોડલનું નિરીક્ષણ કર્યું અને સિન્દ્રી પ્લાન્ટ કંટ્રોલ રૂમનું વોકથ્રુ પણ લીધું. પ્રધાનમંત્રીએ સિન્દ્રી ફર્ટિલાઇઝર પ્લાન્ટ શરૂ કરવાના તેમના ઠરાવને યાદ કર્યો “આ મોદી કી ગેરંટી હતી અને આજે આ ગેરંટી પૂરી થઈ ગઈ છે”. પ્રધાનમંત્રીએ 2018માં ખાતર પ્લાન્ટનો પાયો નાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પ્લાન્ટ શરૂ થવાથી સ્થાનિક યુવાનોને રોજગારી માટે નવા રસ્તાઓ ખુલ્યા છે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતની યાત્રામાં આજની પહેલના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે દર વર્ષે ભારતને 360 લાખ મેટ્રિક ટન યુરિયાની જરૂર પડે છે અને 2014માં ભારત માત્ર 225 લાખ મેટ્રિક ટન યુરિયાનું ઉત્પાદન કરતું હતું. વિશાળ તફાવતને કારણે જંગી આયાતની આવશ્યકતા હતી.

અમારી સરકારના પ્રયાસોને કારણે, છેલ્લા 10 વર્ષમાં, યુરિયાનું ઉત્પાદન વધીને 310 લાખ મેટ્રિક ટન થયું છે. પ્રધાનમંત્રીએ રામાગુંડમ, ગોરખપુર અને બરૌની ખાતર પ્લાન્ટના પુનરુત્થાન વિશે વાત કરી. સિન્દ્રીને આ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ધ્યાન દોર્યું કે તાલચેર ફર્ટિલાઇઝર પ્લાન્ટ પણ આગામી દોઢ વર્ષમાં શરૂ થશે. તે પ્લાન્ટને તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ 5 પ્લાન્ટ 60 લાખ મેટ્રિક ટન યુરિયાનું ઉત્પાદન કરશે જે ભારતને આ નિર્ણાયક ક્ષેત્રમાં ઝડપથી આત્મનિર્ભરતા તરફ લઈ જશે.

પ્રધાનમંત્રી મોદીએ રેખાંકિત કર્યું હતું કે આજનો પ્રસંગ ઝારખંડમાં નવી રેલ લાઈનોની શરૂઆત, હાલની રેલ લાઈનોને બમણી કરવા અને અન્ય કેટલીક રેલ્વે પરિયોજનાઓની શરૂઆત સાથે રેલ્વે ક્રાંતિના નવા અધ્યાયની શરૂઆત પણ કરે છે. તેમણે પ્રદેશને નવું સ્વરૂપ આપતી ધનબાદ-ચદ્રપુરા રેલ લાઇન અને બાબા બૈદ્યનાથ મંદિર અને મા કામાખ્યા શક્તિપીઠને જોડતી દેવઘર-ડિબ્રુગઢ ટ્રેન સેવાનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં વારાણસી – કોલકાતા – રાંચી એક્સપ્રેસવે માટે શિલાન્યાસ કર્યાનું યાદ કર્યું અને કહ્યું કે તે ચતરા, હજારીબાગ, રામગઢ અને બોકારો જેવા જોડાણ સ્થળોને પ્રોત્સાહન આપશે અને સમગ્ર ઝારખંડમાં મુસાફરીનો સમય ઘટાડશે જ્યારે સમગ્ર પૂર્વ ભારતમાં માલવાહક જોડાણને પણ વેગ આપશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ ઝારખંડ સાથે પ્રાદેશિક જોડાણને વેગ આપશે અને આ ક્ષેત્રમાં આર્થિક વિકાસને ગતિ આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સરકારે છેલ્લા 10 વર્ષમાં આદિવાસી સમુદાય, ગરીબો, યુવાનો અને મહિલાઓના વિકાસને પ્રાથમિકતા આપીને ઝારખંડ માટે કામ કર્યું છે”. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતિ મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને ગઈકાલે ઉભરી આવેલા તાજેતરના ત્રિમાસિક ગાળાના આર્થિક આંકડાઓને પ્રકાશિત કર્યા હતા. તેમણે રેખાંકિત કર્યું કે ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ના નાણાકીય ત્રિમાસિક ગાળા દરમિયાન નોંધાયેલ 8.4 ટકાનો વૃદ્ધિ દર વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવા તરફ ભારતની વધતી જતી સંભવિતતા અને ઝડપી વિકાસ દર્શાવે છે. “વિકસિત ભારતની રચના માટે ઝારખંડને વિકિસિત બનાવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે”,  પ્રધાનમંત્રીએ રાજ્યને વિકસિત થવાના પ્રયાસમાં સરકારના સર્વાંગી સમર્થનને પ્રકાશિત કરતા કહ્યું. પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભગવાન બિરસા મુંડાની ભૂમિ વિકસીત ભારતના સંકલ્પો માટે ઉર્જાનો સ્ત્રોત બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code