Homeગુજરાતીખોરાકઘરે બનાવો દેશી કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાં! જાણો સરળ રેસીપી

ઘરે બનાવો દેશી કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાં! જાણો સરળ રેસીપી

રેસીપી, 05 ઓગસ્ટ 2026: ગુજરાતી કે કાઠિયાવાડી ભોજનમાં જો સાથે તીખો અને ચટપટો વઘાર મળી જાય, તો ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે. કાઠિયાવાડી ભરેલા મરચાંએ દરેક દેશી થાળીને પુરી કરે છે.

શેકેલા ચણાના લોટમાં સુગર, લીંબુ, હિંગ અને ચટપટા મસાલાનું મિશ્રણ કરીને જ્યારે મરચાંમાં ભરવામાં આવે છે, ત્યારે તેની સુગંધ જ ભૂખ ઉઘાડી દે છે, રોટલા, શાક કે દાળ ભાત સાથે આ ભરેલા મરચાં સાઇડ ડિશ તરીકે અદભુત લાગે છે. તે માત્ર 10 મિનિટમાં તૈયાર થઇ જાય છે.

કાઠિયાવાડી ભરેલા મરચાં રેસીપી

સામગ્રી

8 થી 10 મોટા લીલા મરચાં

1 કપ ચણાનો લોટ

3 થી 4 ચમચી તેલ

સ્વાદ મુજબ મીઠું

¼ ચમચી હળદર

1 ચમચી ધાણા જીરુ પાઉડર

½ ચમચી ગરમ મસાલો

¼ ચમચી હિંગ

1 ચમચી સુગર

1 ચમચી લીંબુનો રસ

2 ચમચી કોથમીર

½ ચમચી જીરુ

પાણી જરૂર મુજબ

કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવવાની રીત

સૌથી પહેલા મરચાંને ધોઈને સારી રીતે સુકવી લો. પછી એક સાઇડથી ચીરીને તેના અંદરના બી કાઢી લો. હવે ચણાનો લોટ ધીમા તાપે સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લો અને થોડો ઠંડો થવા દો.

શેકેલા લોટમાં તેલ, મીઠું, હળદર, ધાણા જીરુ, ગરમ મસાલો, હિંગ, ખાંડ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લો.

તૈયાર મસાલો બધા મરચાંમાં સારી રીતે ભરી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ ભરેલા મરચાં કડાઈમાં મૂકી ધીમા તાપે શેકી લો, એટલે તમારા ભરેલા મરચા તૈયાર છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img