1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઘરે બનાવો બહારથી ક્રિસ્પી અંદરથી નરમ મજેદાર કાચા કેળાના ભજીયા
ઘરે બનાવો બહારથી ક્રિસ્પી અંદરથી નરમ મજેદાર કાચા કેળાના ભજીયા

ઘરે બનાવો બહારથી ક્રિસ્પી અંદરથી નરમ મજેદાર કાચા કેળાના ભજીયા

0
Social Share

રેસીપી, 23 જૂન 2026: બટાકા વડા કે બટાકાના ભજીયા ખાઈને કંટાળ્યા હોવ અથવા ચિપ્સના ભજીયા સિવાય કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો કાચા કેળાના આ મસાલેદાર ભજીયા એક પર્ફેક્ટ છે.

કેળા પચવામાં હળવા અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આ રેસીપીમાં કેળાને બાફીને જીરું, ધાણાજીરું, કાશ્મીરી મરચું અને ગરમ મસાલાના ચટાકેદાર વઘાર સાથે એકદમ માવો તૈયાર કરવામાં આવે છે.

કાચા કેળાના ભજીયા રેસીપી

સામગ્રી

2 ચમચી તેલ

1/2 ચમચી જીરું

1/2 ચમચી ધાણાજીરું

8 નંગ કાચું કેળું

1/2 ચમચી મીઠું સ્વાદ મુજબ

1/4 ચમચી હળદર પાવડર

1 ચમચી કાશ્મીરી મરચું પાવડર

1 ચમચી ધાણાજીરું પાવડર

1/2 ચમચી ગરમ મસાલો

થોડું પાણી

કાચા કેળાના ભજીયા બનાવવાની રીત

સૌ પ્રથમ કાચા કેળાને કૂકરમાં પાણી અને સહેજ મીઠું નાખીને  બાફી લો. કેળા ઠંડા થાય એટલે તેની છાલ ઉતારીને એક મોટા વાસણમાં બરાબર મેશ કરી લો.

એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે આખું જીરું અને આખા ધાણાજીરુ ઉમેરીને તતડાવો. આનાથી ભજીયામાં સરસ ક્રંચી ટેસ્ટ આવશે. તેલમાં હળદર પાવડર, કાશ્મીરી મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરો.

મસાલા બળી ન જાય તે માટે તરત જ તેમાં જેટલું થોડું પાણી છાંટો અને મસાલાને અડધી મિનિટ સાંતળો. આ શેકાયેલા મસાલામાં મેશ કરેલા કાચા કેળા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો જેથી મસાલો કેળા સાથે એકરસ થઈ જાય.પકવીને ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો, તૈયાર થયેલા માવામાંથી નાના-નાના ગોળ વડા બનાવી લો.

હવે આ બોલ્સને ચણાના લોટના ખીરામાં બોળીને ગરમ તેલમાં મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ગરમ ગરમ ભજીયા સર્વ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code