1. Home
  2. ગુજરાતી
  3. શિવ ઠાકરેને હરાવીને એમસી સ્ટેન બન્યો બિગ બોસ 16નો વિજેતા,ટ્રોફી સાથે જીત્યા આટલા રૂપિયા
શિવ ઠાકરેને હરાવીને એમસી સ્ટેન બન્યો બિગ બોસ 16નો વિજેતા,ટ્રોફી સાથે જીત્યા આટલા રૂપિયા

શિવ ઠાકરેને હરાવીને એમસી સ્ટેન બન્યો બિગ બોસ 16નો વિજેતા,ટ્રોફી સાથે જીત્યા આટલા રૂપિયા

0
Social Share

મુંબઈ:એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા ચહર ચૌધરી બિગ બોસ 16 ની વિજેતા બની શકે છે. પરંતુ બિગ બોસ ફિનાલેનું પરિણામ સાવ વિપરીત આવ્યું છે.આ શોમાં શિવ ઠાકરે અને એમસી સ્ટેન વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો,પરંતુ બાજી એમસી સ્ટેને મારી લીધી હતી.તે બિગ બોસ 16નો વિજેતા બન્યો હતો.બિગ બોસ ગ્રાન્ડ ફિનાલેના વિજેતા એમસી સ્ટેનને ટ્રોફી સાથે હ્યુન્ડાઈ આઈ 10 નિયોસ  કાર અને 31 લાખ 80 હજાર રૂપિયા મળ્યા છે.

આ વખતે ટોપ 5માં શાલીન ભનોટ, અર્ચના ગૌતમ, એમસી સ્ટેન, શિવ ઠાકરે અને પ્રિયંકા ચહર ચૌધરી સામેલ હતી.શાલીન ભનોટ ટોપ 5માંથી સૌથી પહેલા બહાર થનાર પ્રથમ હતો.તે પછી અર્ચના ગૌતમનો વારો આવ્યો અને તેના પછી પ્રિયંકા ચહર ચૌધરીને બિગ બોસના ઘરમાંથી બહાર થઈ.

બિગ બોસ 16નો ગ્રાન્ડ ફિનાલે રવિવારે સાંજે 7 વાગ્યે શરૂ થયો હતો અને લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલ્યો હતો.માનવામાં આવતું હતું કે પ્રિયંકા ચહર ચૌધરી બિગ બોસ 16ની વિજેતા બની શકે છે.સોશિયલ મીડિયા પર પહેલેથી જ એવી અટકળો હતી કે પ્રિયંકા અથવા શિવ ઠાકરે બિગ બોસ 16ના વિજેતા બનશે.પરંતુ તમામ અટકળોને બાજુ પર રાખીને, એમસી સ્ટેને બિગ બોસ સીઝન 16ની ટ્રોફી જીતી લીધી છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code