Site icon Revoi.in

ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટે મેરીટલિસ્ટ જાહેર

Social Share

અમદાવાદ, 12 મે 2026 : Admission to the second year of degree engineering from diploma ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. એડમિશન કમિટી ફોર ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ઇજનેરીની વિવિધ શાખાઓમાં બીજા વર્ષમાં પ્રવેશ માટેની પ્રથમ મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. ડિપ્લોમા ઇજનેરી બાદ સીધા બીજા વર્ષમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયામાં પ્રવેશ સમિતિ ACPDC દ્વારા પ્રવેશ વર્ષ 2026- 27 માટે કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. 17 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી હતી જે પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો માટે મેરિટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સરકારી 31, અનુદાનિત 5 અને સ્વનિર્ભર પીપીપી આધારિત 154 જેટલી ઈજનેરી કોલેજોમાં અંદાજે 11,764 બેઠકો તેમજ અન્ય 32,922 બેઠકો મળી કુલ 40,687 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ACPDC દ્વારા કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં પ્રથમ ઉમેદવારનો મેરિટ માર્ક્સ 300 નોંધાયા છે. પ્રવેશ માટે કુલ રજીસ્ટ્રેશન કરાવનારા 2646 વિદ્યાર્થીઓ પૈકીના 2518 વિદ્યાર્થીઓનો મેરીટ યાદીમાં સમાવેશ કરાયો છે. પૂરતા ડોક્યુમેન્ટસ રજૂ કરવાના કારણે પ્રોવિઝનલ મેરીટમાં રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ પૈકીના 128 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો નથી. ગયા વર્ષ 2025-2026ની પ્રવેશ પ્રક્રિયામાં રજીસ્ટ્રેશન કરાવનારા 2008 વિદ્યાર્થીઓમાંથી મેરીટ યાદીમાં 1904 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. જેથી ગયા વર્ષ માટે આ વર્ષે 1514 વિદ્યાર્થીઓ વધુ છે.

પ્રવેશ સમિતિના સૂત્રોના કહેવા મુજબ ગયા વર્ષે પણ 104 વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં સમાવેશ કરાયો ન હતો તેમજ એડમિશન કમિટી ફોર ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા જાહેર કરેલી પ્રોવિઝનલ મેરીટ યાદીમાં કોઈ પણ વિસંગતતા વિદ્યાર્થીઓને હોય તો તે લોકો 19 તારીખના બપોરે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે. તેમજ 18 તારીખે મોક રાઉન્ડનું સંસ્થા પંસદગીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

Exit mobile version