1. Home
  2. revoinews
  3. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: મિલિટરી નર્સિંગ સર્વિસના જવાનોને હવે માજી સૈનિકો તરીકે પુનઃરોજગારના તમામ લાભ મળશે
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: મિલિટરી નર્સિંગ સર્વિસના જવાનોને હવે માજી સૈનિકો તરીકે પુનઃરોજગારના તમામ લાભ મળશે

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: મિલિટરી નર્સિંગ સર્વિસના જવાનોને હવે માજી સૈનિકો તરીકે પુનઃરોજગારના તમામ લાભ મળશે

0
Social Share

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી, 2026 – Military Nursing Service personnel કેન્દ્ર સરકાર દ્વારા ‘માજી સૈનિક (કેન્દ્રીય સિવિલ સેવાઓ અને પોસ્ટ્સમાં પુનઃરોજગાર) સુધારા નિયમો ૨૦૨૬’ જાહેર કરવામાં આવ્યા છે. બંધારણની કલમ ૩૦૯ હેઠળ આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

મુખ્ય ફેરફાર શું છે?

અત્યાર સુધી એ સ્પષ્ટ નહોતું કે મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના અધિકારીઓને અન્ય નિવૃત્ત સૈનિકોની જેમ પુનઃરોજગારના લાભો મળે કે નહીં? પરંતુ હવે નવા સુધારા મુજબ, હવે ‘માજી સૈનિક’ની વ્યાખ્યામાં મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) નો સ્પષ્ટપણે સમાવેશ કરી દેવામાં આવ્યો છે.

આનો અર્થ એ થયો કે આર્મી, નેવી કે એરફોર્સના લડાયક (Combatant) કે બિન-લડાયક (Non-combatant) જવાનોની જેમ જ હવે MNS ના જવાનોને પણ કેન્દ્રીય નાગરિક સેવાઓમાં નોકરી માટે સમાન અધિકારો મળશે. આ નિયમ ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ થી તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે.

આ પણ વાંચોઃ બજેટમાં યુવાનોને લગતા વિવિધ પાસા અંગે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષનો સંવાદ

MNS જવાનોને હવે કયા લાભો મળશે?

આ સુધારા બાદ હવે મિલિટરી નર્સિંગ સર્વિસના નિવૃત્ત જવાનોને નીચે મુજબના લાભો મળશે:

નોકરીમાં અનામત (Reservation): કેન્દ્ર સરકારની ગ્રુપ ‘C’ (વર્ગ-૩) ની પોસ્ટમાં ૧૦% અને ગ્રુપ ‘D’ (વર્ગ-૪) ની પોસ્ટમાં ૨૦% અનામતનો લાભ મળશે.

વય મર્યાદામાં છૂટછાટ (Age Relaxation): સિવિલ નોકરી માટે અરજી કરતી વખતે, તેમણે લશ્કરમાં જેટલા વર્ષ સેવા આપી હોય તે વર્ષો અને વધારાના ૩ વર્ષ તેમની વાસ્તવિક ઉંમરમાંથી બાદ કરવામાં આવશે.

રોજગારમાં પ્રાધાન્ય: UPSC અને SSC જેવી સંસ્થાઓ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં હવે તેમને અન્ય માજી સૈનિકોની સમકક્ષ જ ગણવામાં આવશે.

આ નિર્ણયનું મહત્ત્વ

આ પગલાથી ભૂતપૂર્વ સંરક્ષણ કર્મચારીઓના એક મોટા વર્ગ માટે નિવૃત્તિ પછી બીજી કારકિર્દી બનાવવાની તકો વધશે. સરકારના આ નિર્ણયથી MNS ના જવાનોના પુનઃવસન અને સન્માનજનક બીજી ઇનિંગની તકો વધુ મજબૂત બની છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code