1. Home
  2. ગુજરાતી
  3. તમારા ઘરને વધુ શુશોભીત અને આકર્ષિત બનાવે છે લેમ્પની અવનવી ડિઝાઈ
તમારા ઘરને વધુ શુશોભીત અને આકર્ષિત બનાવે છે લેમ્પની અવનવી ડિઝાઈ

તમારા ઘરને વધુ શુશોભીત અને આકર્ષિત બનાવે છે લેમ્પની અવનવી ડિઝાઈ

0
Social Share

સાહિન મુલતાનીઃ-

  • લિવીંગ રુમની છત પર લાગવો ડિઝાઈનર લેમ્પ
  • અવનવા લેમ્પ તમારા રુમની શોભામાં કેરે છે વધારો
  • રાત્રીના સમયે લાઈટિંગથી રુમ ઝળહળી  ઉઠે છે
  • સ્ટેન્ડ લેમ્પ તાનારા બે સોફા વચ્ચેની સ્પેસ કવર કરે છે

દરેક લોકો પોતાના સપનાના ઘરને શુશોભીત કરવા  અવનવું ઈન્ટિરિયર લગાવતા હોય છે,ખાસ કરીને લિંવીંગ રુમમાં સોફા સેટની બેઠક ,ટીવીનો શો કેસ અને છત પર લેમ્રપ વડે રુમની શોભા વધારતા હોય છે, આજકાલ હવે લિવીંગ રુમની છત પર અલગ અલગ પ્રકારની ડિઝાઈનના લેમ્પ લગાવવોન ક્રેઝ વધ્યો છે, આ લેમ્પની અંદર જૂદા જૂદા રંગની લાઈટ રાત્રીના સમયે લિવીગં રુમનું  વાતાવરણ અહલાદક બનાવે છે. આ લેમ્પ એવી ડિઝાઈનમાં હોય છે કે દિવસ દરમિયાન ઓન ન કરવામાં આવતા તે તેના ડિઝાઈનથી રુમની શોભા બે ગણી કરી દે છે.

બલ્બ વાળો નાનો લેમ્પ

ખાસ કરીને ડિઝાઈનર લેમ્પ એટલે કે, જ્યારે પણ લેમ્પ ઓન કરવામાં આવે છે ત્યારે લેમ્પનું જે બોક્સ હોય છે તેમાં જુદી જુદી કટ ડિઝાઈનમાંથી લાઈટની રોશની રુમની દિવાલો પર પડે છે જે રોશની પણ ડિઝાઈન શેપમાં પડતી હોય છે જેને લઈને જાણે એમ લાગે છે કે દિવાલો ડિઝાઈનથી રંગાઈ ગઈ છે.

ઝુમ્મર વાળો લેમ્પ

આ સાથે જ ઝુમ્મર લેમ્પનો પણ વધુ ક્રેઝ જોવા મળે છે, જેમાં જે લોકોના ઘર મોટા હોય તેના હોલમાં આ પ્રકાના ઝુમ્મર લેમ્પ લગાવવામાં આવે છે, આ લેમ્પ ખૂબ મોટી ખાલી પડેલી છતને કવર કરવાની સાથે સાથે છત અને રુમ કે હોલ બન્નેની શોભામાં વધારો કરે છે,અને રાત્રીના સમયે લાઈટના કારણે તે વધુ અહલાદક લાગે છે.

સિંગલ અને 3  લેમ્પનો સેટ

નાના અને થોડે નીચે સુધી લટકા લેમ્પ આજકાલ ટ્રેન્ડિંગ જોવા મળે છે, ઘણા ઘરો નાના હોય છે તેમાં આ પ્રકારના નાના લેમ્પથી લિવીંગ રુમ કે પછી બેડરુમની શોભામાં વધારો કરવામાં આવે છે, આ લેમ્પ એક સિંગલ પણ હોય છે ,આ સહીત ત્રણ સેટમાં પણ આ પ્રકારના લેમ્પ જોવા મળે છે, જે એક નાના લેમ્પને થોડા લાંબા વાયર સાથે લટકતા લગાવવામાં આવે છે જેથી દિવસ અને રાત્રી બન્ને સમયે ઘરની શોભા વધે છે

સ્ટેન્ડ લેમ્પ

 

આ સાથે જ તમારા લિવીંગ રુમમાં બે સોફા મૂક્યા બાદ બન્ને સાફોની વચ્ચે પડતા ગેપને તમે સ્ટેન્ડ લેમ્પ વડે કવર કરી શકો છો, જગ્યા પુરવાની સાથે સાથે તમારા લિવીંગ રુમની શોભા પણ વધે છે, અને રાત્રે લેમ્પને ઓન કરવાથી સોફા સહીત સમગ્ર રુમનું ડેકોરેશન અહલાદક જોવા મળશે, આ પ્રકારના સ્ટેન્ડ લેમ્પમાં અનેક વેરાયટી માર્કેટમાં ઉપલબ્ધ જોવા મળે છે,અવનવા સ્ટેન્ડ લેમ્પથી હવે તમે સોફાની આજુ બાજુની કે બન્ને સોફાની વચ્ચે પડતી સ્પેશ કવર કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code