1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં ઓક્સિજનની કમી દુર કરવા મ્યુનિના અધિકારીઓની  ભરૂચ-દહેજ સુધી દોડધામ
અમદાવાદમાં ઓક્સિજનની કમી દુર કરવા મ્યુનિના અધિકારીઓની  ભરૂચ-દહેજ સુધી દોડધામ

અમદાવાદમાં ઓક્સિજનની કમી દુર કરવા મ્યુનિના અધિકારીઓની  ભરૂચ-દહેજ સુધી દોડધામ

0
Social Share

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના રોજ 5000 કેસ નોંધાય કહ્યા છે.  ત્યારે ઓક્સિજનની અછતની સ્થિતિ દિવસે દિવસે અતિગંભીર બનતા ઓક્સિજન વગર તરફડિયા મારતા દર્દીઓને બચાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ભરુચ અને દહેજ સુધી દોટ મૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સૂત્રોનાં જણવ્યા મુજબ કોરોનાની બીજી લહેરમાં વાયરસ અતિઝડપથી ચેપ લગાડતો હોવાથી તેમજ ફેફસામાં જઈને શ્વાસોશ્વાસની પ્રક્રિયા અસર પહોંચાડતો હોવાથી દર્દીને વહેલીતકે ઓક્સિજન ન મળે તો મરણની શક્યતા વધી જાય છે. હાલ તમામ હોસ્પિટલોમાંથી ઓક્સિજન નથી તેવી બૂમરાણ મચી છે.

બીજી બાજુ મેડિકલ ઓક્સિજનની ખપત વધી જતા શહેરની હદમાં અને આસપાસનાં ઓક્સિજન પ્લાન્ટમાંથી પૂરો પાડવામાં આવતો ઓક્સિજનનો જથ્થો પણ હવે પૂરો પડે તેમ નથી. ત્યારે કોરોના સામે રાતદિવસ જોયા વગર કામ કરી રહેલા મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ કોરોના દર્દીઓને ઇન્જેક્શન અને ઓક્સિજન મળી રહે તે માટે અનેકવિધ પગલા લેવા માંડ્યા છે. જેમાં ઓક્સિજન ઉત્પાદકો અને હોસ્પિટલો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે ઓક્સિજન ખૂટ જાય ત્યાં પહેલા સપ્લાય કરવા માટે રિવરફ્રન્ટ પર 24 કલાકનો કંટ્રોલરુમ શરુ કરી દેવામાં આવ્યો છે. જેવી જવાબદારી સેન્ટ્રલ વર્કશોપના જોઇન્ટ ડિરેક્ટર વિજય મિસ્ત્રીને સોંપવામાં આવી છે. એટલું જ નહીં એડિશનલ ઇજનેર પ્રણય શાહ તથા રતનજી કરણને પણ અનુક્રમે પૂર્વ અને અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને અધિકારી સાથે GPCBના પણ બે અધિકારી મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ અને આસપસના વિસ્તારોમાંથી મળતો એક્સિજન પૂરો ન થતો હોવાથી રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા તથા મ્યુનિ. કમિશનર મુકેશકુમારે રાજ્ય સરકારની સૂચનાથી અમાદવાદ માટે GNFC ભરુચ તથા બિરલા કોપર દહેજ ખાતેથી ઓક્સિજનના ટેન્કરો મંગાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે સાત આસિ. કમિશનરને ભરુચ દહેજ જઈને પોલીસ બંદોબસ્ત સાથે ઓક્સિજન ટેન્કર લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ નેશનલ હાઈવે પર ક્યાંય કોઈ ટ્રાફિકજામની સમસ્યા નડે નહીં ઓક્સિજન ટેન્કરો ઝડપથી અમદાવાદ પહોંચે તેવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code