Site icon Revoi.in

નરેન્દ્ર મોદીએ 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠકો કરી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના બીજા દિવસે ન્યૂયોર્કમાં 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે નેપાળના પ્રધાનમંત્રી, કુવૈતના પ્રિન્સ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે જુદી જુદી બેઠકો કરી હતી. મોદીએ નેપાળના પ્રધાનમંત્રી પી. કે. શર્મા ઓલી સાથે બેઠકમાં ભારત અનેનેપાળ વચ્ચે દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. બંને નેતાઓએ વિકાસ ભાગીદારી અનેજળવિદ્યુત ક્ષેત્રે સહકાર સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્તકર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ કુવૈતના યુવરાજ શેખ સબા ખાલિદ અલ-હમદ અલ સબા સાથે મુલાકાત કરી. કુવૈતના પ્રિન્સ સાથેની આ તેમની પ્રથમ બેઠક હતી. મોદીએ જણાવ્યું કે ભારતકુવૈત સાથે પોતાના દ્વીપક્ષીય સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. બંને દેશોના નેતાઓએઊર્જા, ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતોમાં એક બીજાનાસમર્થન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથેની વાતચીતમાં ગાઝામાંમાનવીય સંકટ અને વણસી રહેલી સુરક્ષાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

 

 

Exit mobile version