
નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત
અમદાવાદઃ 36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ બોક્સિંગ રિંગ જઈને રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.
રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ ગેમ્સ અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રમાઇ રહેલી બોક્સિંગને રસ પૂર્વક નિહાળીને ગુજરાતના મહેમાન બનેલા ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે ભારતીય બોક્સિંગ સંઘના ઉપાધ્યક્ષ, 36મી નેશનલ ગેમ્સના મહાસચિવ અને ગુજરાત બોક્સિંગ સંઘના અધ્યક્ષ નાણાવટી, સહિત બોક્સિંગ સંઘના હોદ્દેદારો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.