1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 29મીથી નેશનલ ગેઈમ્સ, 7 શહેરોમાં 36 જેટલી રમતો માટે 700 ખેલાડીઓ ભાગ લેશે
ગુજરાતમાં 29મીથી નેશનલ ગેઈમ્સ, 7 શહેરોમાં 36 જેટલી રમતો માટે 700 ખેલાડીઓ ભાગ લેશે

ગુજરાતમાં 29મીથી નેશનલ ગેઈમ્સ, 7 શહેરોમાં 36 જેટલી રમતો માટે 700 ખેલાડીઓ ભાગ લેશે

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં આગામી 29 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના સાત મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેશે. અમદાવાદમાં મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમનો ભવ્યાતિ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. 12 દિવસ માટે ગુજરાત સ્પોર્ટ સ્ટેટ બનવા જઈ રહ્યું છે, રાજ્ય સરકાર દ્વારા નેશનલ ગેઈમ્સ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવરાત્રી પર્વનું પણ વિશેષ મહાત્મ્ય છે. અને નવરાત્રી પર્વની સાથે જ રમતોત્સવનું આયોજન કરાયું છે. જેમાં પરપ્રાંતના એટલે કે ગુજરાત બહારના અનેક ખેલાડીઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે ગુજરાતની ગરબા-રાસની ભાતીગળ સંસ્કૃતિ પણ રમતોત્સવ સાથે માણી શકે એવું આયોજન પણ કરવામાં આવ્યું છે. 36મા નેશનલ ગેમ્સના આયોજનમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે 16 જેટલી રમતો આઠ જેટલાં સ્થળોએ યોજાશે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ, કેન્સવિલે, કાંકરિયા ટ્રાન્સેડિયા સ્ટેડિયમ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, સંસ્કારધામ, રાઇફલ ક્લબ અને ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમીનો સમાવેશ થાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, નેશનલ ગેમ્સને લઈ અમદાવાદના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર બ્રાન્ડિંગ કરવામાં આવશે. એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. રમતનાં તમામ સ્થળો પર સીસીટીવી કંટ્રોલરૂમ અને સ્ટેટ કંટ્રોલરૂમ ઊભા કરવામાં આવશે. દરેક લોકેશન પર સાઈન બોર્ડ પણ મૂકવામાં આવશે. નેશનલ ગેમ્સના સેલ્ફી પોઇન્ટ પણ દરેક રમતના સ્થળ પર મુકાશે. દરેક રમતવીરને લાવવા લઈ જવા માટે અમદાવાદમાં 200 જેટલી ઈલેક્ટ્રિક બસો પણ મૂકવામાં આવશે. અમદાવાદ શહેરમાં કુલ આઠ જેટલા સ્થળોએ અલગ અલગ રમતો યોજાવવાની છે ત્યારે ખેલાડીઓને આવવા અને જવા માટે તકલીફ ન પડે એ માટે તમામ આઠ જગ્યાની નજીકમાં આવેલી 3 અને 5 સ્ટાર હોટલોમાં ખેલાડીઓ તેમજ તેના કોચ, સ્પોર્ટ સ્ટાફ વગેરે રોકાશે. નેશનલ ગેમ્સ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જેના માટે પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમારની નિમણૂક કરવામાં આવી છે. 6 શહેરમાં અલગ અલગ IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

(FILE PHOTO)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code