1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 72માં ગણતંત્ર દિવસમાં ‘આત્મનિર્ભર ભારત’ની ઝાંખીથી લઇને દેશની સંસ્કૃતિની ઝલકની સાથોસાથ જોવા મળ્યું સૈન્યનું સામર્થ્ય, વાંચો સમગ્ર કાર્યક્રમની અપડેટ્સ
72માં ગણતંત્ર દિવસમાં ‘આત્મનિર્ભર ભારત’ની ઝાંખીથી લઇને દેશની સંસ્કૃતિની ઝલકની સાથોસાથ જોવા મળ્યું સૈન્યનું સામર્થ્ય, વાંચો સમગ્ર કાર્યક્રમની અપડેટ્સ

72માં ગણતંત્ર દિવસમાં ‘આત્મનિર્ભર ભારત’ની ઝાંખીથી લઇને દેશની સંસ્કૃતિની ઝલકની સાથોસાથ જોવા મળ્યું સૈન્યનું સામર્થ્ય, વાંચો સમગ્ર કાર્યક્રમની અપડેટ્સ

0
Social Share
  • આજે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે 72મો ગણતંત્ર દિવસ
  • આજે રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક પરેડ નીકળશે
  • આ પરેડમાં ભારત વિશ્વને પોતાની તાકાતનો આપશે પરચો

નવી દિલ્હી: દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજધાની દિલ્હીમાં રાજપથ સહિત સમગ્ર ભારતમાં 72માં ગણતંત્ર દિવસની ઉલ્લાસપૂર્વક અને જોશ સાથે ઉજવણી થઇ હતી. આ અવસર પર દિલ્હી રાજપથ પર પરેડ નીકળી હતી. પરેડમાં ભારતના દરેક રાજ્યોની સાંસ્કૃતિક ઝલક જોવા મળી હતી. દરેક રાજ્યોની ઝાંખી ઉપરાંત સૈન્યએ પણ તેની તાકાત દર્શાવી હતી. આ વખતે પ્રથમવાર લડાકૂ વિમાન રાફેલે પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હતો. આ વખતની પરેડમાં તે ઉપરાંત આત્મનિર્ભર ભારતની પણ ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

અહીંયા વાંચો ગણતંત્ર દિવસની દરેક અપડેટ્સ

પરેડ પૂર્ણ, પીએમ મોદીએ લોકોનું અભિવાદન સ્વીકાર્યું

રાજપથ પર ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્ણ થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થયા છે. પીએમ મોદીએ પણ દર વખતની માફક આ વખતે પણ રવાના થતા પહેલા લોકો સાથે મુલાકાત કરી હતી અને તેઓનું અભિવાદન સ્વીકાર્યું હતું.

હવે ખાસ ફોર્મેશનનો વારો છે. એકલવ્ય ફોર્મેશનની આગેવાની રાફેલ લડાકૂ વિમાન કરી રહ્યા છે. રાફેલની સાથે બે જગુઆર, બે મિગ-29 લડાકૂ વિમાન છે. ફોર્મેશનના કેપ્ટન ગ્રૂપ કેપ્ટન રોહિત કટારિયા, ફ્લાઇટ લેફ્ટનન્ટ 17 સ્કવાડ્રન છે. રાફેલ હાલમાં પોતાનું સામર્થ્ય કરતબ દ્વારા દર્શાવી રહ્યું છે.

ગણતંત્ર દિવસની પરેડમાં આત્મનિર્ભર ભારતની ઝલક જોવા મળી હતી. તેમાં બાયોટેક્નોલોજી વિભાગ, કોરોના વેક્સિન વિકસિત કરવી, ડિજીટલ ઇન્ડિયા, આયુષ મંત્રાલયની ઝાંખી જોવા મળી હતી.

ઉત્તરપ્રદેશ રાજ્યની ઝાંખીમાં નિર્માણાધીન રામ મંદિરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી.

રાજ્યો બાદ હવે કેન્દ્રીય મંત્રાલયની ઝાંખીનો નંબર છે. આઇટી મંત્રાલયની ઝાંખીમાં રાષ્ટ્રની પ્રગતિ માટે ડિજીટલ ઇન્ડિયા – આત્મનિર્ભર ભારતની થીમને દર્શાવાઇ છે. ઝાંખીમાં એઆઇ રોબોટનું 3ડી મોડલ દર્શાવાયું છે. જે ડિજીટલ ઇન્ડિયા અભિયાન હેઠળ ડિજીટલ ક્રાંતિને દર્શાવે છે. ઝાંખીમાં એમઈટીવાઇ દ્વારા પ્રદાન કરાયેલી સેવાઓને વીડિયોના માધ્યમથી દર્શાવવામાં આવી રહી છે.

આ વખતે આયુષ મંત્રાલયની ઝાંખીમાં કોરોના સંકટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

ગુજરાત તરફથી મોઢેરા સૂર્યમંદિરની ઝાંખી જોવા મળી. આ ઝાંખીએ લોકોનું દિલ જીતી લીધું હતું.

કેન્દ્રશાસિત બનેલા લદ્દાખની પ્રથમવાર ઝાંખી જોવા મળી.

રાજપથ પર નૌ સેનાની પણ ઝાંકી દર્શાવવમાં આવી. ઝાંકીમાં પહેલા ભાગમાં ભારતીય નૌસેના દ્વારા 04-05 ડિસેમ્બર 1971ની રાત્રે મિસાઇલ બોટ્સ દ્વારા કરાચી બંદર પર કરેલા હુમલાને દર્શાવવામાં આવ્યો હતો. ઝાંકીની બંને તરફ યૂનિટો દ્વારા અપનાવેલા માર્ગને દર્શાવવામાં આવ્યો હતો. ઝાંકીમાં વર્ષ 1971ના યુદ્વમાં નૌસેનાના પ્રમુખ યોદ્વાઓની તાકાતને પણ દર્શાવાઇ હતી. આઇએનસ વિક્રાંતને સી હોક તેમજ અલાઇઝ એરક્રાફ્ટની સાથે ફ્લાઇંગ ઓપરેશનમાં ભાગ લેતા દર્શાવવામાં આવ્યું હતું. ઝાંકીના અન્ય ભાગમાં યુદ્વ દરમિયાન મહાવીર ચક્ર વિજેતાઓના પણ ચિત્ર દર્શાવાયા હતા.

સૌથી પહેલા રાજપથ પર યુદ્વક ટેન્ક ટી-90ને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. આ મુખ્ય યુદ્વક ટેન્ક, હંટર-કિલર સિદ્વાંત પર કાર્ય કરે છે. આ 125 મિમીની શક્તિશાળી સ્મૂથ બોર ગન, 7.62 મિમીને એક્સિલ મશીન ગન અને 12.7 મિમી વાયુયાનરોધી ગનથી સજ્જ છે.

861 મિસાઇલ રેજિમેન્ટની બ્રહ્મોસ મિસાઇલ પ્રણાલીના મોબાઇલ સ્વાયત લોન્ચરના રાજપથ પર પોતાની તાકાત દર્શાવી હતી, તેનું નેતૃત્વ કેપ્ટન કમરુલ જમાને કર્યું હતું. 861 રેજિમેન્ટ ભારતીય તોપખાનાની એક પ્રતિષ્ઠિત રેજિમેન્ટ છે. આ મિસાઇલને ભારત તેમજ રશિયાના સંયુક્ત ઉદ્યમથી તૈયાર કરવામાં આવી છે.

ગણતંત્ર દિવસ પર રાજપથ પર પરેડ શરૂ થઇ ચૂકી છે. સૌથી પહેલા હેલિકોપ્ટરોએ દર્શકો પર ફૂલની વર્ષા કરી હતી અને ત્યારબાદ પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામી આપી હતી.

રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ ગણતંત્ર પરેડની શરૂઆત થઇ ચૂકી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ માટે રવાના થઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિનો કાફલો રાજપથ પહોંચશે, ત્યારબાદ જ ગણતંત્ર દિવસની પરેડ શરૂ થશે. પીએમ મોદી પણ રાજનાથ પહોંચી ગયા છે. જ્યાં તેમનું સ્વાગત રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યું હતું.

ગણતંત્ર દિવસ પર પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્વાંજલિ આપી હતી. આ દરમિયાન તેઓની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વખતે ગણતંત્ર દિવસ પર ઉજવણી પૂર્વે શહીદોને આ પ્રકારે શ્રદ્વાંજલિ આપવામાં આવે છે.

રાજપથ પર હવે થોડાક સમયમાં જ ગણતંત્ર દિવસની પરેડ શરૂ થનાર છે. મહેમાનોનું આગમન શરૂ થઇ ચૂક્યું છે. આ વખતે રાજપથ પર જે દર્શકો આવી રહ્યા છે, તેઓએ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. આ જ કારણોસર બેઠક વ્યવસ્થામાં પણ અંતર રાખવામાં આવ્યું છે.

ગુજરાતના અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે તિરંગો લહેરાવ્યો હતો. તે ઉપરાંત દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ધ્વજવંદન કર્યું હતું.

 

દેશના વિવિધ વિસ્તારોમાં તિરંગો લહેરાવવાનું શરૂ થઇ ચૂક્યું છે. આઇટીબીપીના જવાનોએ લદ્દાખમાં તિરંગો લહેરાવ્યો હતો.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ભારતને ગણતંત્ર દિવસના અવસર પર અભિનંદન પાઠવ્યા છે. બોરિસને પહેલાં ગણતંત્ર દિવસના કાર્યક્રમ અંગે મહેમાન સામેલ થવાનું હતું, પરંતુ કોરોના સંકટના લીધે આમ થઇ શકયું નહીં.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ, રાહુલ ગાંધી અને અન્ય દેશના નેતાઓએ લોકોને ગણતંત્ર દિવસના અભિનંદન પાઠવ્યા છે.

ગણતંત્ર દિવસ પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે દેશવાસીઓને ગણતંત્ર દિવસની અનેક શુભકામનાઓ. જય હિંદ.

ગણતંત્ર દિવસ પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code