1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાની સારવારમાં ચૂકથી પણ વાયરસનો નવો પ્રકાર સામે આવે છે: આઇસીએમઆર
કોરોનાની સારવારમાં ચૂકથી પણ વાયરસનો નવો પ્રકાર સામે આવે છે: આઇસીએમઆર

કોરોનાની સારવારમાં ચૂકથી પણ વાયરસનો નવો પ્રકાર સામે આવે છે: આઇસીએમઆર

0
Social Share
  • કોરોના વાયરસના નવા પ્રકારને લઇને આઇસીએમઆરએ આપી ચેતવણી
  • કોરોનાની સારવારમાં આડેધડ પદ્વતિથી વાયરસનો નવો પ્રકાર આવે છે
  • રસીને આપવાની ખાસ પદ્વતિનો ખૂબ જ સાવધાનીપૂર્વક અનુસરણ કરવું પડશે

નવી દિલ્હી: કોરોના વાયરસના નવા પ્રકારને લઇને ICMRએ ચેતવણી આપી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ ચેતવણી આપી છે કે કોરોનાની સારવારમાં જે નિર્ધારિત ના હોય તે પ્રકારને મનઘડત રીતે સારવાર કરવાથી વાયરસ પર ઇમ્યુન પ્રેસર વધે છે. જેનાથી તે પોતાનું સ્વરૂપ બદલે છે અને વાયરસનું આ મ્યુટેશન પછી સત્તાવાર સારવાર પદ્વતિને પણ રિસ્પોન્સ નથી આપતું અને અનટ્રિટેબલ બની જાય છે.

આ અંગે આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાગર્વએ કહ્યું કે રસીકરણ દરમિયાન પણ રસીને આપવાની ખાસ પદ્વતિનો ખૂબ જ સાવધાનીપૂર્વક અનુસરણ કરવું પડશે કારણ કે રસીના કારણે વાયરસની પોતાની ઇમ્યુન સિસ્ટમ પર દબાણ વધશે.

વેક્સીન વાયરસ સામે લડવામાં ફ્રન્ટ રનર હોય છે. તે વાયરસના એસ પ્રોટીન સાથે સાથે તેના એમ-આરએનએને પણ ટાર્ગેટ કરે છે પરંતુ અમે શોધ્યું છે કે તે સતત અસરકારક રહે છે. આપણે રસીકરણ દ્વારા વાયરસમાં થતા કોઇ પણ પ્રકારના રોગપ્રતિકારક બદલાવને લઇને સાવધ રહેવું પડશે.

ભાર્ગવે કહ્યું કે શ્વસનતંત્રના વાયરસમાં જેનેટિક ફેરફાર થતા જ રહેતા હોય છે. પરંતુ વાયરસના આ ફેરફારની ઝડપી ગતિ ખરું ચિંતાનું કારણ છે. તેમણે કહ્યું કે, ‘શ્વસન તંત્રના વાયરસમાં જેનેટિક ફેરફાર થતા હોય છે. થોડા થોડા સમયાંતરે નાના-નાના ફેરફાર જોવા મળ્યા છે. પરંતુ એક જ વારમાં ઘણા બધા ફેરફાર થવા તે ઝડપી પરિવર્તન દર સૂચવે છે. જેમ યુકેમાં થયું. તો આ જ ચિંતાનું મોટું કારણ છે. અમે ભારતમાં રહેલા વાયરસમાં આવતા નવા ફેરફાર માટે સતત પ્રયોગ અને ટેસ્ટિંગ કરતા જ રહીએ છીએ.’

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ માટે ચાર જુદા જુદા રાજ્યો ગુજરાત, આસામ, આંધ્ર પ્રદેશ અને પંજાબમાં બે દિવસ 28 અને 29 ડિસેમ્બર માટે બે દિવસની ટ્રાયલ યોજી હતી. જેમાં રસીકરણ કાર્યક્રમ માટેની તમામ મશીનરીની કાર્યક્ષમતા અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code