1. Home
  2. ગુજરાતી
  3. જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓને સબક શીખવવા MHAએ આ અધિકારીને મોકલ્યા
જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓને સબક શીખવવા MHAએ આ અધિકારીને મોકલ્યા

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓને સબક શીખવવા MHAએ આ અધિકારીને મોકલ્યા

0
Social Share
  • જમ્મૂ કાશ્મીરમાં હવે આતંકીઓની ખેર નથી
  • MHAએ હવે CRPFના ડીજી કુલદીપ સિંહને જમ્મૂ કાશ્મીર મોકલ્યા
  • તેઓ રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજી છે

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ લક્ષિત હત્યાઓને અંજામ આપી રહ્યાં છે. આ મામલા પર હવે ગૃહ મંત્રાલયની ચાંપતી નજર છે. આ વચ્ચે હવે સૂત્રો અનુસાર ગૃહ મંત્રાલયે CRPFના ડીજી કુલદીપ સિંહને જમ્મૂ કાશ્મીર મોકલ્યા છે. આપને જણાવી દઇએ કે ઑફિસર કુલદીપ સિંહ રાષ્ટ્રીય તપાસ એજન્સીના પણ ડીજી છે.

જમ્મૂ કાશ્મીરમાં આ પ્રકારની ઘટનાઓ પર ગૃહ મંત્રાલય સમગ્ર રીતે નજર રાખી રહ્યું છે. જમ્મૂ અને કાશ્મીરમાં ગુપ્તચર સંસ્થાઓ IB, NIA, સેના અને CRPFના વરિષ્ઠ અધિકારીઓ પણ સતત કેમ્પ કરી રહ્યાં છે. દરેક ઇન્ટેલિજન્સ ઇનપુટ પર અધિકારીઓની નજર છે.

આતંકી સંગઠનો સુરક્ષા દળોના અવિરત ચાલી રહેલા ઑપરેશનથી લાલઘૂમ થયા છે. આ જ કારણોસર તેઓ લક્ષિત હત્યાઓને અંજામ આપી રહ્યા છે. આપને જણાવી દઇએ કે છેલ્લા 9 દિવસમાં સુરક્ષા દળોએ અલગ અલગ અથડામણોમાં 13 આતંકીઓને ઠાર કર્યા છે.

સુરક્ષાદળો આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં ભારતીય સુરક્ષા દળોએ 132થી વધુ આંતકીઓનો ખાતમો કર્યો છે. જ્યારે 254 આતંકીઓની ધરપકડ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code