1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચેતજો! 18,000 રૂપિયામાં ઓનલાઇન વેચાઇ રહી છે નકલી કોરોના વાયરસની રસી

ચેતજો! 18,000 રૂપિયામાં ઓનલાઇન વેચાઇ રહી છે નકલી કોરોના વાયરસની રસી

0
Social Share
  • ઇન્ટરનેટના અંધારી આલમ પર વેક્સીનના નામે થઇ રહી છે છેતરપિંડી
  • અહીંયા 18,400 રૂપિયામાં નકલી રસીનું થઇ રહ્યું છે વેચાણ
  • ચેક પોઇન્ટ રિસર્ચ નામની ગ્લોબલ સાઇબર સિક્યોરિટી ફર્મે કરી તપાસ

બેંગ્લુરુ: કોરોના વાયરસ સામે લડવા માટે ઘરગથ્થુ ઉપચાર, માસ્ક અને સોશિયલ ડિસન્ટન્સિંગ જરૂરી છે પરંતુ તેને સંપૂર્ણપણે હરાવવા માટે વેક્સીન અતિ આવશ્યક છે. આ જ વાતનો ફાયદો ઉઠાવીને ઇન્ટરનેટના અંધારી આલમ પર વેક્સીનના નામે છેતરપિંડી કરવામાં આવી રહીછે, અહીંયા 18,400 રૂપિયામાં નકલી રસીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ચેઇ પોઇન્ટ રિસર્ચ નામની ગ્લોબલ સાઇબર સિક્યોરિટી ફ્મે તપાસમાં જાણ્યું છે કે, ઇન્ટરનેટ પર કોરોના વાયરસની રસી વેચાણમાં મૂકવામાં આવી છે.

નકલી કોરના વાયરસની વેક્સીનના વેચાણને આકર્ષક બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે કોરોના વાયરસની રસી $250માં ઉપલબ્ધ છે. તો હવે કોવિડ 19 – ક્લોરોક્વિન ફોસ્ફેટને અલવિદા કહી દો. અને જલ્દી ખરીદો. હવે કોરોના વાયરસની રસી આવી ગઇ છે.

યુરોપિયન યુનિયનની કાયદાને લગતી એજન્સી Europol દ્વારા ચેતવણી આપીને આ અંગે અગાઉ જણાવવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “જ્યારે કોરોનાની રસી ઉપલબ્ધ નથી, ત્યારે તે ઓનલાઈન મેળવવી શક્ય નથી. આવામાં નકલી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સને ખોટી રીતે કોરોનાની રસી તરીકે ચીતરીને ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને રીતે વેચાણમાં ઉપવામાં આવે છે, જે ગેરકાયદેસર છે.”

ચેક પોઈન્ટના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, “અમે જેટલા પણ લોકો શોધ્યા છે તેઓ બીટકોઈનમાં પેમેન્ટની માગણી કરે છે, એટલે તેમને ટ્રેસ કરવા મુશ્કેલ છે. એક વેન્ડર સાથે વાત કરવામાં આવી, જેઓ કોવિડ-19 વેક્સીન 0.01 BCT (લગભગ 22,093 રુપિયા)માં ઓફર કરાય છે, અને 14 ડોઝની જરુર હોવાનું પણ જણાવવામાં આવે છે. આ સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત સાથે મેળ નથી બેસતી, કારણ કે ત્યાં 2 ડોઝ, 3 અઠવાડિયાના સમયમાં એક વ્યક્તિને આપવામાં આવે છે.”

કેટલાક ‘exe files’ સાથે મેઈલકોઈનની પણ માગણી કરીને રસી આપવાની વાત કરે છે. આ પ્રકારના ઈમેલ ‘Download_Covid 19 New approved vaccines.23.07.2020.exe’ નામ સાથે મોકલવામાં આવે છે. અહીં પણ છેતરપિંડી થઈ શકે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code