Homeગુજરાતીગુજરાતઅસમના મુખ્યમંત્રી બનશે હિમંતા બિસ્વા, વિધાયક દળના નેતા પસંદ કરાયા

અસમના મુખ્યમંત્રી બનશે હિમંતા બિસ્વા, વિધાયક દળના નેતા પસંદ કરાયા

  • હિંમતા બિસ્વા આસામના વિધાયક દળના નેતા બન્યા
  • અસમના નવા મુખ્યમંત્રી બનશે હિમંતા બિસ્વા
  • મુખ્યમંત્રી પદ માટે દિલ્હીમાં બેઠકોનો દોર જામ્યો હતો

ગુવાહાટી: અસમના નવા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા હશે. મુખ્યમંત્રી પદ માટે તેમનું નામ નક્કી થઇ ચૂક્યું છે. તેમનને ભાજપના વિધાયક દળના નેતા તરીકે પણ પસંદ કરી લેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે આગામી મુખ્યમંત્રી પદ માટે ચૂંટણી માટે થયેલી બેઠકમાં ભાજપના નેતા બીએલ સંતોષ, અજય જમ્વા અને બૈજયંત જયપાંડા ઉપસ્થિત રહ્યા હતા.

વિધાયક દળની બેઠક વિશે વાત કરીએ તો તેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર તેમજ પાર્ટી મહાસચિવ અરુણ સિંહ કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રંજીતકુમાર દાસે શનિવારે વિધાનસભાની મુલાકાત લીધી હતી અને બેઠકના આયોજન માટે તૈયારી કરી હતી.

નોંધનીય છે કે અસમમાં મુખ્યમંત્રીના નામને લઇને ખૂબજ ચર્ચા ચાલી રહી હતી અને આ વચ્ચે દિલ્હીમાં પણ અસમના મુખ્યમંત્રી પદ માટે બેઠકનો દોર જામ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને બેઠક થઇ હતી. આ બેઠકમાં અમિત શાહ, હિંમત બિસ્વા, સર્બાનંદ સોનોવાલ ઉપસ્થિત રહ્યા હતા. અસમના મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પણ સર્બાનંદ સોનોવાલ અને હિમંતા બિસ્વાના નામ પર ચર્ચા ચાલી હતી અને અંતે હિંમતા બિસ્વાના નામ પર મહોર મરાઇ હતી.

(સંકેત)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular