1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આરોગ્ય સેતુ એપ દ્વારા તમે આ રીતે કોરોના વેક્સિન માટે કરાવી શકો છો રજીસ્ટ્રેશન
આરોગ્ય સેતુ એપ દ્વારા તમે આ રીતે કોરોના વેક્સિન માટે કરાવી શકો છો રજીસ્ટ્રેશન

આરોગ્ય સેતુ એપ દ્વારા તમે આ રીતે કોરોના વેક્સિન માટે કરાવી શકો છો રજીસ્ટ્રેશન

0
Social Share
  • સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે
  • વેક્સિનેશન માટે આરોગ્ય સેતુ એપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકાય છે
  • અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો

નવી દિલ્હી: સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સરકારે કહ્યું છે કે વેક્સિનેશન માટે આરોગ્ય સેતુ એપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

અહીઆરોગ્ય સેતુ એપના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર સરળ સ્ટેપની જાણકારી આપવામાં આવી છે, જેને ફોલો કરીને તમે કોરોના વેક્સિન માટે અપોઇન્ટમેન્ટ લઇ શકો છો.

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. ગઇકાલે પીએમ મોદીએ પણ કોરોના વેક્સિન લીધી હતી. આ દરમિયાન સરકારે કહ્યું છે કે, વેક્સિનેશન માટે આરોગ્ય સેતુ એપના માધ્યમથી નોંધણી કરાવી શકાય છે. આરોગ્ય સેતુ એપના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર સરળ સ્ટેપની જાણકારી આપવામાં આવી છે. જેને ફોલો કરીને તમે કોરોના વેક્સિન માટે અપોઇન્ટમેન્ટ લઇ શકો છો.

આ સ્ટેપ્સ ફોલો કરીને કરાવો રજિસ્ટ્રેશન

રજીસ્ટ્રેશન કરાવવા માટે સૌથી પહેલા આરોગ્ય સેતુ એપમાં CoWin ટેબમાં જવું. અહીં Vaccination પર ટેપ કર્યા બાદ પ્રોસેસ પર ટેપ કરો.

ત્યારબાદ તમને રજીસ્ટ્રેશનનું પેજ દેખાશે. અહીં તમારે ફોટો Register New પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એપ તમારો મોબાઈલ નંબર પૂછશે. નંબર વેરિફાઈ કરવા માટે એપ તમારા મોબાઈલ નંબર પર એક OTP મોકલશે જેને પેસ્ટ કરીને આગળ વધવાનું છે.

નંબર વેરિફાઈ થયા બાદ તમારે આઈડીનો પ્રકાર, સંખ્યા અને તમારુ આખુ નામ લખવાનું છે. ત્યારબાદ તમારે Gender અને ઉંમર પણ ફીલઅપ કરવાની છે. ઉદાહરણ માટે તમે ફોટો આઈડી પ્રૂફ માટે ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

તમે જે વ્યક્તિ માટે રજીસ્ટ્રેશન કરી રહ્યાં છો, તે જો સીનિયર સિટીજન છે તો Submit બટન પર ક્લિક કરો. જો તમે કોઈ ગંભીર બિમારી ધરાવનાર વ્યક્તિ (comorbidities) માટે રજીસ્ટ્રેશન કરો છો તો , આ પૂછવા પર હાં પર ક્લિક કરવાનું છે કે, ‘Do you have any comorbidities (pre-existing medical conditions)’. અપોઇન્ટમેન્ટ માટે જવા પર 45 વર્ષથી 60 વર્ષના લોકોને મેડિકલ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે. એકવાર રજીસ્ટર્ડ થયા બાદ કન્ફર્મેશન મેસેજ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.

રજીસ્ટ્રેશન પ્રોસેસ બાદ એકાઉન્ટ ડીટેલ દેખાશે. એક વ્યક્તિ આ પહેલા દાખલ કરેલા મોબાઈલ નંબરથી જોડાયેલા 4 અન્ય લોકોને જોડી શકે છે. તમે  ‘Add  beneficiary’ પર ક્લિક કરીને બીજા વ્યક્તિઓની માહિતી પણ ઉમેરી શકો છો.

આની નીચે તમને એક કેલેન્ડર આઈકન ‘Schedule Vaccination’ પણ  દેખાશે, અપોઇન્ટમેન્ટ માટે તેની પર ક્લિક કરો.

ત્યારબાદ ‘Find Vaccination Center’ પેજ આવશે. હવે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ, જિલ્લો, બ્લોક અને પિનકોડ જેવી ડીટેઈલ ઉમેરવાની રહેશે. આ બધી જાણકારી ઉમેર્યા બાદ ‘Find’ બટન પર ક્લિક કરો.

તમારા સ્થળ પર વેક્સિનેશન સેન્ટરની એક લિસ્ટ દેખાશે. તમે તેમાંથી કોઈપણ એકને પસંદ કરી શકો છે અને ત્યારબાદ આ સેન્ટર પર ઉપલબ્ધ વેક્સિનેશનની તારીખ જોઈ શકો છો. જો સ્લૉટ અને તારીખોનો વિકલ્પ ઉપલબ્ધ છે તો તમે તમારી સુવિધા પ્રમાણે કોઈપણ એક તારીખની પસંદગી કરી શકો છો. તમે આવતા આઠવાડિયાની તારીખ પણ પસંદ કરી શકો છો અને પછી ‘Book’ વિકલ્પ પર ક્લિક કરી શકો છો.

હવે  Appointment Confirmation પેજ બુકિંગની ડીટેલ દેખાશે. જો તમામ જાણકારી સાચી છે તો તમે ‘Confirm’ પર ક્લિક કરી શકો છો અથવા તો કોઈ ફેરફાર કરવા માટે ‘Back’ પર ક્લિક કરીને સુધારા કરી  શકો છો.

છેલ્લે એક ‘Appointment Successful’ પેજ પર બધી ડીટેલ દેખાશે. હવે તમે વેક્સિનેશન ડીટેઈલને ડાઉનલોડ કરી શકો છો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code