1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતમાં સૌથી ઝડપી 50 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ, અમેરિકા-યુકેને પણ પાછળ છોડ્યા
ભારતમાં સૌથી ઝડપી 50 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ, અમેરિકા-યુકેને પણ પાછળ છોડ્યા

ભારતમાં સૌથી ઝડપી 50 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ, અમેરિકા-યુકેને પણ પાછળ છોડ્યા

0
  • ભારતમાં ઝડપી ગતિએ ચાલી રહ્યું છે કોરોના વેક્સિનેશન અભિયાન
  • અભિયાન અંતર્ગત અત્યારસુધી 50 લાખથી વધુ લોકોને અપાઇ કોરોનાની રસી
  • આ સાથે જ ભારત સૌથી ઝડપી 50 લાખ લોકોને રસી આપનારો દેશ બની ગયો

નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. અભિયાન અંતર્ગત અત્યારસુધી 50 લાખથી વધુ લોકોને રસી આપી દેવામાં આવી છે. આ સાથે જ ભારત સૌથી ઝડપી 50 લાખ લોકોને રસી આપનારો દેશ બની ગયો છે. ભારતે ફક્ત 21 દિવસની અંદર જ 50 લાખથી વધુ લોકોને કોવિડ-19 વેક્સિન આપી છે. સૌથી ઝડપી રસી આપવામાં તેણે અમેરિકા અને યુકેને પણ પાછળ છોડી દીધા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, પાંચમી ફેબ્રુઆરી સુધીમાં 49,59,445 લોકોએ કોરોના વેક્સિન લીધી છે. જ્યારે 24 કલાકમાં 11,184 સેશનમાં 5,09,839 લોકોએ રસી લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મનોહર અગનાનીએ જણાવ્યું હતું કે, 50 લાખ લોકોને રસી આપવા માટે અમેરિકાને 24 દિવસ, યુકેને 43 દિવસ અને ઇઝરાયલને 45 દિવસનો સમય લાગ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 3,31,029 લોકોએ રસી લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન લીધા બાદ 27 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે 22 લોકોના મોત નીપજ્યા છે. જોકે, આ મોત વેક્સિનના કારણે થયા નથી. નોંધનીય છે કે ભારતે 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. અત્યાર સુધી 95,801 વેક્સિન સેશન થઈ ચૂક્યા છે. જે લોકોએ વેક્સિન લીધી છે તેમાંથી 61 ટકા લોકો આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના છે. ઉત્તર પ્રદેશમાં 11.9 ટકા (5,89,101) લોકોએ વેક્સિન લીધી છે.

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. હાલમાં દેશમાં 1.51 લાખ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તીમાં કોરોનાના કેસની સંખ્યા (7,8282) વિશ્વમાં સૌથી ઓછી છે. રશિયા, જર્મની, ઈટાલી, બ્રાઝિલ, ફ્રાન્સ, યુકે અને અમેરિકામાં આ દર ઘણો ઊંચો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.