1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતે પ્રસ્થાપિત કર્યો સિમાચિહ્ન! ઇસરોની નેવિગેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઇ
ભારતે પ્રસ્થાપિત કર્યો સિમાચિહ્ન! ઇસરોની નેવિગેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઇ

ભારતે પ્રસ્થાપિત કર્યો સિમાચિહ્ન! ઇસરોની નેવિગેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઇ

0
Social Share
  • નેવિગેશનના ક્ષેત્રમાં ભારતે નવો સિમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો
  • નેવિગેશન સિસ્ટમ ધરાવતા 4 દેશોની ક્લબમાં ભારત સામેલ થયું
  • ઇસરોએ બનાવેલી નેવિગેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઇ

નવી દિલ્હી: નેવિગેશનના ક્ષેત્રમાં ભારતે નવો સિમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો છે. ભારત હવે એવા ચાર દેશોની ક્લબમાં સામેલ થઇ ગયું છે જેની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે. હવે ભારતની અવકાશી સંસ્થા ઇસરોએ બનાવેલી નેવિગેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી ગઇ છે.

ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને વર્લ્ડવાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ તરીકે માન્યતા આપવામાં આવી છે. આમ દરિયામાં નેવિગેશન માટે ભારતીય સિસ્ટમની મદદ લઇ શકાશે.

આપને જણાવી દઇએ કે ભારત પહેલા અમેરિકાની જીપીએસ, રશિયાની ગ્લોનેસ અને ચીનની બેઇદાઉ નેવિગેશન સિસ્ટમ કાર્યરત છે. હવે ભારત પોતાની સિસ્ટમ ડેવલપ કરનાર ચોથો દેશ બન્યો છે. ભારતની સિસ્ટમનો જમીન પર અને હવામાં પણ ઉપયોગ થઇ શકશે. તે ઉપરાંત વ્હિકલ ટ્રેકિંગ, વાહન ચાલકોને માર્ગ દર્શાવવા માટે પણ આ સિસ્ટમ વપરાશે. ઇન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ દેશની સરહદોથી 1500 કિલોમીટર સુધીના દાયરામાં ચોક્કસ જાણકારી આપવા માટે પણ સક્ષમ છે.

ઇસરોના દાવા પ્રમાણે હાલમાં આ સિસ્ટમને કાર્યરત રાખવા 8 સેટેલાઇટનો ઉપયોગ થઇ રહ્યો છે. નવા મોબાઇલ ફોનમાં પણ આ સિસ્ટમના ઉપયોગ માટે કામગીરી થઇ રહી છે. આમ સ્માર્ટફોન થકી પણ આ સિસ્ટમનો ઉપયોગ ટૂંક સમયમાં શક્ય બનશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code