1. Home
  2. ગુજરાતી
  3. તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્વાટન કર્યું
તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્વાટન કર્યું

તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્વાટન કર્યું

0
Social Share
  • પીએમ મોદીએ તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્વાટન કર્યું
  • તે ઉપરાંત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલના નવા કેમ્પસનું પણ ઉદ્વાટન કર્યું
  • કોવિડ-19 રોગચાળાએ આપણને આરોગ્ય ક્ષેત્રના મહત્વ વિશે શીખવ્યું: PM મોદી

નવી દિલ્હી: તામિલનાડુમાં નવી 11 સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઇમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તામિલના નવા કેમ્પસનું પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્વાટન કર્યું હતું. આ બાદ એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશમાં મેડિકલ કોલેજનો આંકડો વધીને 596 થયો હોવાનું જણાવ્યું હતું. તેમાં 54 ટકાનો વધારો થયો હોવાનું પીએમ મોદીએ કહ્યું હતું. મેડિકલ ક્ષેત્રે અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની 82,000 બેઠકો હતી. પરંતુ આજે આ આંકડો વધીને 1.48 લાખ થયો છે.

કોરોના મહામારીને લઇને વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોવિડ-19 રોગચાળાએ આપણને આરોગ્ય ક્ષેત્રના મહત્વ વિશે શીખવ્યું. આવનારું ભવિષ્ય એવા સમાજનું હશે જે હેલ્થકેરમાં રોકાણ કરે છે. આવનારા સમયમાં ભારત વધુ સારી ગુણવત્તા તેમજ સસ્તા મેડિકલ ખર્ચવાળા દેશ તરીકે ઓળખાશે. મેડિકલ ટુરિઝમના ક્ષેત્રમાં ભારતમાં દરેક જરૂરી ગુણવત્તા છે. હું કહીશ કે તે ડૉક્ટરોની કુશળતા પર આધારિત છે.

મેડિકલ ક્ષેત્રે થયેલા સુધારા પર ભારપૂર્વક વાત કરતા પીએમ મોદીએ સંબોધન કર્યું કે, ભારત સરકારે મેડિકલ ક્ષેત્રમાં ઘણા સુધારા હાથ ધર્યા છે. આયુષ્માન ભારતને કારણે ગરીબોને ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી આરોગ્ય સંભાળ મેળવવાની તક સાંપડી છે. ઘૂંટણના પ્રત્યારોપણ અને સ્ટેન્ટનો ખર્ચ અગાઉની તુલનાએ ત્રીજા ભાગનો થઇ ગયો છે. વર્ષ 2014માં ભારતમાં માત્ર સાત AIIMS હતી. 2014 પછી AIIMSની સંખ્યા વધીને 22 થઇ ગઇ છે.

તામિલા સંસ્કૃતિની પ્રશંસા કરતા જણાવ્યું કે, મને હંમેશા તામિલ સંસ્કૃતિની સમૃદ્વિ પસંદ રહી છે. મારા જીવનની સૌથી ખુશીની ક્ષણોમાંની એક એ હતી કે જ્યારે મને યુનાઇટેડ નેશન્સ ખાતે વિશ્વની સૌથી જૂની ભાષામાં તમિલમાં થોડાક શબ્દો બોલવાનો અવસર પ્રાપ્ત થયો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code