1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. Royal Enfield એ કેટલીક બાઇકની કિંમતમાં વધારો કર્યો,જાણો નવી કિંમત
Royal Enfield એ કેટલીક બાઇકની કિંમતમાં વધારો કર્યો,જાણો નવી કિંમત

Royal Enfield એ કેટલીક બાઇકની કિંમતમાં વધારો કર્યો,જાણો નવી કિંમત

0
  • Royal Enfield એ કેટલીક બાઇકની કિંમતમાં કર્યો વધારો
  • Royal Enfield Himalayan ની કિંમતમાં 4 હજારનો વધારો
  • Royal Enfield Classic 350 ની કિંમતમાં 2511 નો વધારો

મુંબઈ:Royal Enfield એ તેની કેટલીક મોટરસાઈકલની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. Royal Enfield Classic 350 અને Royal Enfield Himalayan જેવી બાઇકની કિંમતમાં વધારો કર્યો છે.

Royal Enfield Himalayan

Royal Enfield Himalayanની કિંમતમાં લગભગ 4 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિલ્વર અને ગ્રે હિમાલયનની એક્સ-શોરૂમ કિંમત 2.14 લાખ રૂપિયા હશે, જ્યારે બ્લેક અને ગ્રીન હિમાલયનની એક્સ-શોરૂમ કિંમત 2.22 લાખ રૂપિયા હશે.

આ સિવાય Meteor 350ના ટોપ એન્ડ સુપરનોવા મોડલની કિંમતમાં 2752 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.હવે આ રેન્જની શરૂઆતી કિંમત 2.17 લાખ રૂપિયાથી શરૂ થશે અને 2.19 લાખ રૂપિયા સુધી જશે.

Royal Enfield Classic 350

Royal Enfield Classic 350ની કિંમતમાં 2511 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે આ બાઇકની પ્રારંભિક કિંમત રૂ. 2.01 લાખ એક્સ શોરૂમ છે, જે પછીથી રૂ. 2.03 લાખ થઈ જશે.તો,Meteor 350 સિરીઝની સ્ટેલર રેન્જમાં રૂ. 2,601નો વધારો કરવામાં આવ્યો છે, જેના પછી તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 2.07 લાખ બાદ રૂ. 2.09 લાખ થશે.

Royal Enfield Classic 350ની કિંમતમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.આ વધારો તેના વેરિયન્ટના આધારે રૂ. 2872 થી રૂ. 3332 સુધીની હોઇ શકે છે.એન્ટ્રી લેવલ Redditch Classic 350ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.87 લાખ છે જ્યારે ટોચના સ્પેસિફિકેશન ક્રોમ ક્લાસિક 350ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 2.18 લાખ છે.

આ સિવાય Royal Enfieldના અન્ય ત્રણ મોડલ છે, જે Interceptor, Continental GT અને Bullet છે. તેમની કિંમતમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code