1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો કર્યો રિલીઝ, જાણો કઇ રીતે ચેક કરશો સ્ટેટસ
પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો કર્યો રિલીઝ, જાણો કઇ રીતે ચેક કરશો સ્ટેટસ

પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો કર્યો રિલીઝ, જાણો કઇ રીતે ચેક કરશો સ્ટેટસ

0
Social Share
  • પીએમ મોદીએ દેશના 9.5 કરોડ ખેડૂતોને આપી ભેટ
  • પીએમ મોદીએ આજે કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો રિલીઝ કર્યો
  • 5 કરોડ લાભાર્થી કિસાન પરિવારો માટે 19,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરાઇ

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો રિલીઝ કર્યો હતો. આ યોજના અંતર્ગત 9.5 કરોડ લાભાર્થી કિસાન પરિવારો માટે 19,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ પરિવારોના ખાતામાં 2000 રૂપિયા પહોંચી જશે. આપને જણાવી દઇએ કે વર્ષ 2018માં નાના તેમજ સીમાંત ખેડૂતો માટે મોદી સરકારે રજૂ કરેલી આ યોજનામાં આ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ કરાય છે.

જો તમે પણ આ લાભાર્થીમાંથી હોય અને તમારે ચેક કરવું હોય કે તમારા ખાતામાં રકમ આવેલી છે કે નહીં તો તેના માટે તમારે સરકારી વેબસાઇટ pmkisan.gov.in ચેક કરવી પડશે. આ સૂચિમાં તમારું નામ ચેક કરવા અથવા તમે ખેડૂત હોય અને આ યોજનાથી લાભાન્વિત થવા માંગતા હોવ તો સૌથી પહેલા આ યોજનામાં નોંધણી કરાવવી અનિવાર્ય છે.

સરકાર પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી બહાર પાડે છે. આ યાદી તમને પીએમ કિસાન સન્માન નિધિની અધિકૃત વેબસાઇટ https://pmksan.gov.in/  પર મળશે.

તમે આ રીતે યાદીમાં સ્ટેટસ ચેક કરી શકો છો

સૌથી પહેલા તમારે https://pmksan.gov.in/ પર જવું પડશે

ત્યાં હોમ પેજ પર જઇને Farmers Corner વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે

ત્યારબાદ બેનેફિશિયરી સ્ટેટસ ઓપ્શન પર ક્લિક કરો

ત્યારબાદ નવું પેજ ખુલશે, ત્યાં તમારે તમારા આધાર નંબર, મોબાઇલ નંબર એડ કરવાના રહેશે

આ વિગતો દાખલ કરતા જ તમને સ્ટેટસ જાણવા મળી જશે

સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરાય છે. સરકાર ત્રણ હપ્તાહમાં આ રકમ ટ્રાન્સફર કરે છે. આ સ્કીમ હેઠળ 2000 રૂપિયાનો પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ, બીજો હપ્તો એક ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો એક ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે.

જો તમારા ખાતામાં રકમ ન આવી તો પછી કોઈ પણ પ્રકારની સમસ્યા માટે ખેડૂત પીએમ કિસાન હેલ્પલાઈનથી પણ જાણકારી લઈ શકો છો. પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261 છે. આ ઉપરાંત પીએમ કિસાન ટોલ ફ્રી નંબર 18001155266 અને પીએમ કિસાન લેન્ડલાઈન નંબર 011-23381092, 23382401 પણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code