1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આજે કોરોનાની દવા 2-DG થઇ લૉન્ચ, કોરોનાની સારવારમાં કારગર પુરવાર થશે
આજે કોરોનાની દવા 2-DG થઇ લૉન્ચ, કોરોનાની સારવારમાં કારગર પુરવાર થશે

આજે કોરોનાની દવા 2-DG થઇ લૉન્ચ, કોરોનાની સારવારમાં કારગર પુરવાર થશે

0
Social Share
  • આજે કોરોનાની દવા થશે લોન્ચ
  • કોરોનાની દવા 2-ડીજી બનીને છે તૈયાર
  • આ કોરોના સામે લડવામાં મદદરૂપ સાબિત થશે

નવી દિલ્હી: કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે કોરોના વેક્સિન ઉપરાંત હવે દવા પણ માર્કેટમાં આવશે. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કોવિડની દવા 2-DG લોન્ચ કરી હતી.આ દવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત કરાઇ છે. આજના લોન્ચિંગથી એક-બે દિવસમાં આ દવા દર્દીઓ સુધી મળવા લાગશે. હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડીઝ લેબમાં આ દવાના 10,000 ડોઝ બનીને તૈયાર છે.

આ અંગે રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના મધ્યમ તેમજ ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓ માટે આ દવાના ઇમરજન્સી ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા તરફથી મંજૂરી મળી ગઇ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા DCGIએ આ દવાના તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપી હતી.

આ દવા ખાસ કરીને કોરોનાના સામાન્યથી ગંભીર દર્દીઓને આપી શકાય છે. 2 ડીઓક્સી-ડી-ગ્લુકોઝ દવા દર્દીઓને જલ્દી સાજા થવામાં મદદરૂપ બનશે અને ઓક્સિજનની નિર્ભરતાને પણ ઓછી કરશે.

નોંધનીય છે કે, કોરોના સામેની જંગમાં આ દવા એક આશાનું કિરણ બનીને આવી છે. એક બાજુ દેશમાં કોરોનાની ત્રીજી લેહરની ચર્ચા છે ત્યારે સરકાર પણ તકેદારીના ભાગરૂપે અનેક પગલાં લઇ રહી છે. આ સંકટની સ્થિતિમાં 2-ડીજી દવા ખરા અર્થમાં લાભદાયી સાબિત થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code