1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત-ચીન વ્યાખ્યાન શ્રુંખલા: “ચીનના માઓવાદને ડામવાનું કામ ભારતે વૈચારિક સ્તરે કર્યું છે: પ્રફુલ કેતકર
ભારત-ચીન વ્યાખ્યાન શ્રુંખલા: “ચીનના માઓવાદને ડામવાનું કામ ભારતે વૈચારિક સ્તરે કર્યું છે: પ્રફુલ કેતકર

ભારત-ચીન વ્યાખ્યાન શ્રુંખલા: “ચીનના માઓવાદને ડામવાનું કામ ભારતે વૈચારિક સ્તરે કર્યું છે: પ્રફુલ કેતકર

0
Social Share
  • જમ્મૂ કાશ્મીર અધ્યયન કેન્દ્ર દ્વારા આજે ભારત-ચીન વ્યાખ્યાન શ્રુંખલા અંતર્ગત વેબિનારનું થયું આયોજન
  • “સામ્યવાદી ચીન વિરુદ્વ લોકતાંત્રિક ભારત: વૈચારિક લડાઇની પ્રકૃતિ” વિષય પર વ્યાખ્યાનનું આયોજન થયું
  • ખ્યાતનામ પત્રકાર અને ઓર્ગેનાઇઝેસર સાપ્તાહિકના સંપાદક પ્રફૂલ કેતકરે આ વિષય પર કરી ચર્ચા
  • વેબિનારમાં ચીનની વિસ્તારવાદી નીતિ, ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી, સાંસ્કૃતિક મૂલ્યો જેવા વિષયો પર થઇ ચર્ચા

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી તણાવ પ્રવર્તમાન છે. બંને દેશ વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકો ખડકી રહ્યા છે. એક તરફ ચીન પોતાના વિસ્તારવાદી ષડયંત્રથી ભારતની સરહદી વિસ્તારોની કેટલીક જમીનો હડપી લેવાની કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ ભારતીય સૈના પોતાના શૌર્ય અને બહાદુરીથી ચીનની દરેક વિસ્તારવાદી ચાલને નાકામ કરીને ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ચીન તેની વિસ્તારવાદી નીતિના કારણે અનેક દેશો સાથે ગંભીર સરહદી વિવાદ ઊભો કરી ચૂક્યું છે.

આમ, વૈશ્વિક સ્તરે વેપાર, સલામતી અને માનવાધિકારો તેમજ વિસ્તારવાદી નીતિના મુદ્દે સામ્યવાદી ચીનની દાદાગીરી વધી રહી છે ત્યારે જમ્મૂ કાશ્મીર અધ્યયન કેન્દ્ર (ગુજરાત પ્રાંત) દ્વારા આજે “સામ્યવાદી ચીન વિરુદ્વ લોકતાંત્રિક ભારત: વૈચારિક લડાઇની પ્રકૃતિ” વિષય પર વ્યાખ્યાનનું ફેસબૂક પર વેબિનાર થકી આયોજન કરવામાં આવ્યું હતું. ભારત-ચીન વ્યાખ્યાન શ્રેણીના 10માં ભાગમાં આ વિષય પર ફેસબૂક પર લાઇવ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારના આ વખતના વક્તા ખ્યાતનામ પત્રકાર અને ઓર્ગેનાઇઝેસર સાપ્તાહિકના સંપાદક પ્રફૂલ કેતકર રહ્યા હતા.

“સામ્યવાદી ચીન વિરુદ્વ લોકતાંત્રિક ભારત: વૈચારિક લડાઇની પ્રકૃતિ” વિષય પરના આ વેબિનારમાં પ્રફૂલ કેતકરે ચીનની વિસ્તારવાદી નીતિ, માઓવાદનો ચીનમાં પ્રસાર, ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી, ચીનના જ લોકો દ્વારા કોમ્યુનિસ્ટ પાર્ટીનો વિરોધ, કોરના વાયરસ, ભારતની ચીન પર ડિજીટલ સ્ટ્રાઇક જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

નીચે આપેલી લિંક પર તમે આજનું સંબોધન નિહાળી શકો છો

લાઇવ સંબોધન – https://fb.watch/2lmJ1pHncQ/

લાઇવ સંબોધના અંશો

ચીનમાં એક કોન્ફરન્સ દરમિયાન ખ્યાતનામ પત્રકાર અને સંપાદક પ્રફુલ કેતકરે હાજરી આપી હતી, આ દરમિયાન તેમણે ભારત-ચીનના પહેલાના સંબંધો વિશે જણાવ્યું હતું કે બંને દેશો સાંસ્કૃતિક રીતે, ટ્રેડની દૃષ્ટિએ અને બીજી અનેક રીતે જોડાયેલા છે. એકબીજાના પાડોશી છે. તો આ સહઅસ્તિત્વનું શું કારણ હોય શકે એવો પ્રશ્નાર્થ તેઓએ શ્રોતાઓને કર્યો હતો.

સામ્યવાદી ચીન અને લોકતાંત્રિક ભારત વચ્ચે વૈચારિક મતભેદ હોઇ શકે છે પરંતુ બંને વચ્ચે એક ચોક્કસ મંત્રણા તો ચોક્કસ થઇ શકે છે. વર્ષ 1960માં ચીનમાં એવું સાંસ્કૃતિક પરિવર્તન થયું જેને લીધે ચીનના જૂના દરેક મૂલ્યો ભૂલાઇ ગયા અને વિસરી ગયા.

ક્રાંતિ કરવી છે તો તેના માટે પહેલા કોઇ સાંસ્કૃતિક આધારનો વિધ્વંસ કરવો આવશ્યક છે તેવું ચીનનું માનવું છે.  ભારતમાં પણ જે પણ હાલમાં આંદોલન થઇ રહ્યા છે તેની પાછળ માઓવાદી વિચારધારા પણ એક કારક બની છે.

ચીનમાં જ્યારે માઓવાદી ક્રાંતિ આવે ત્યારે સૌથી ખરાબ હાલત ચીનના શિક્ષકની જ થઇ હતી. માઓવાદનો વિચાર એ બુદ્વના મૂલ્યોને ખતમ કરવાનું હતું. માઓએ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે સતત ક્રાંતિની જ્વાળા ચલાવી. નિરંતર હિંસા કરવી એ માઓવાદી વિચારધારાનો મુખ્ય સ્ત્રોત છે. જે છે તેને નકારવું. એક પ્રસ્થાપિત સંસ્કૃતિનું વિધ્વંસ કરીને નવી સંસ્કૃતિનું નિર્માણ કરવું. ચીન કમ્યુનિસ્ટ પાર્ટીએ સૌથી વધુ ચીનના લોકોની જ હત્યા કરી છે. કમ્યુનિસ્ટ પાર્ટીએ જે રીતે જમીન હડપી લીધી. લોકશાહી પ્રક્રિયાનું વિધ્વંસ કરવું એ ચીનની વિચારધારા છે.

બહારથી જો કોઇ કંપની ચીનમાં રોકાણ કે કંપની ખોલવા માંગે છે તો તેમાં પહેલા ચીનના પાટર્નર હોવા જરૂરી છે તેવો નિયમ છે. ચીનમાં બિઝનેસ કરવા સમયે બિઝનેસની ટીમમાં એક સામ્યવાદીને ડિરેક્ટર બનાવવું આવશ્યક છે તેવી ચીનની નવી નીતિ છે. કોઇને કરજ આપીને ગુલામ બનાવી લેવાનું એ જ ચીનની માનસિકતા છે.  ભારત એક એવો લોકતાંત્રિક દેશ છે જે આધુનિક રહીને પણ પોતાની સભ્યતાના મૂલ્યો ભૂલ્યું નથી. ચીને અનેકવાર ભારતના લોકતંત્રને નબળુ પાડવાનો પ્રયાસો કર્યા પરંતુ ભારતે પોતાની લોકતાંત્રિકની વ્યવસ્થાને હંમેશા મજબૂત બનાવી રાખી.

ચીનની એપ્લિકેશન પર સૌથી પહેલા પ્રતિબંધ લાવનાર ભારત જ હતું. ચીનના માઓવાદને ડામવાનું કામ ભારતે વૈચારિક સ્તરે કર્યું છે.

2016થી 2020 દરમિયાન ચીને ત્યાંના મીડિયાને કંટ્રોલ કરવા માટે 16 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. ચીનમાં યોગ દિવસનો પણ વિરોધ કરવામાં આવે છે અને તેને ગુનો પણ ગણવામાં આવે છે. કારણ કે ચીનને ડર છે કે જો યોગને અપનાવવામાં આવશે તો તેની સાથોસાથ ભારતીય સંસ્કૃતિ પણ આવશે. ભારતથી આવનારા દરેક વ્યક્તિને ચીનમાં હિંદુ જ કહેવામાં આવે છે. 70 વર્ષ માઓવાદ રહ્યા બાદ પણ ચીનમાં ભારતની સંસ્કૃતિ પ્રત્યે હજુ પણ માન છે અને ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે.

ભારતમાં જે રીતે દરેક લોકોને કોઇપણ ધર્મનો સ્વીકાર કરવાની કે કોઇપણ ભગવાનમાં માનવાની જે સંસ્કૃતિ છે જો એ સંસ્કૃતિને ચીનના લોકોમાં પ્રસાર કરવામાં આવે તો ચીનના સામ્યવાદને તોડી શકાય છે.

ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી શી જિનપિંગ દ્વારા સંચાલિત છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સૌથી વધુ ત્યાંની મહિલાઓ અને વિદ્યાર્થીઓથી ડરે છે કારણ કે મહિલાઓએ ત્યાંની સાંસ્કૃતિક પરંપરાને હજુ પણ જાળવી રાખી છે. ચીન સાયબર સ્પેસ દ્વારા ભારતની લોકશાહીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે જો કે તેને ભારત અને અમેરિકા જ પડકાર આપી શકે છે. ચીન અત્યારે એવો આરોપ લગાવી રહ્યું છે લેટિન અમેરિકાથી જે માંસ આવે છે તેને કારણે કોરોના આવ્યો છે. ચીન એમ કહીને કોરોના વિશે માહિતી છુપાવી રહી છે. ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં અનેક ફોલ્ટ લાઇન છે જેના પર કામ કરવું પડશે.

સીસીપી માટે વર્ષ 2022 સૌથી પડકારજનક રહેશે કારણ કે તેમાં જ નક્કી થશે કે સીસીપીના નેતા તરીકે શી જનપિંગ રહેશે કે નહીં. જો શિ જિનપિંગ વર્ષ 2022 પછી પણ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા તરીકે રહેશે તો ચીનની અંદર વિરોધનો જુવાળ જોવા મળશે અને વૈશ્વિક સ્તરે પણ ચીનની વિશ્વનીયતા ઘટશે. ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી ચીનની અંદર લોકના જીવનમાં જેટલો હસ્તક્ષેપ કરશે, વ્યક્તિગત અધિકારોમાં દખલગીરી કરશે એટલું જ વધારે ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી માટે શાસન કરવું વધારે અઘરું બનશે.

ચીનમાં ભલે અત્યારે સામ્યવાદ છે પરંતુ ચીનના લોકો હજુ પણ બુદ્વના વિચારોને અનુસરે છે. ચાઇનીઝ કોમ્યુનિસ્ટ સ્ટેટને ચાઇનીઝ લોકોથી અલગ રીતે જોવું પડશે. આ કામ માત્ર ભારત જ કરી શકે છે.

વક્તા વિશે

ઓર્ગેનાઇઝેસર સાપ્તાહિકના સંપાદક અને ખ્યાતનામ પત્રકાર પ્રફુલ કેતકર સંશોધન, મીડિયા અને એકેડેમિક્સમાં 21 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ 2 પુસ્તક અને 29 શૈક્ષણિક લેખના લેખક છે તેમજ ભારતની યુરોપ પ્રત્યેની વિદેશ નીતિ પર એન્સાયક્લોપીડિયામાં તેમની 2 એન્ટ્રી પણ નોંધાયેલ છે. તેઓ અનેક ચેનલોમાં રાજકીય અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓ પર પેનલિસ્ટ તરીકે પણ સક્રિય છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code